For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આટકોટ મેનેજિંગ ટ્રસ્ટી પરના હુમલા પ્રકરણમાં રૂડા ભગત આણી ટોળકી સામે ધાડની કલમ ઉમેરાઈ

12:42 PM Dec 30, 2023 IST | Bhumika
આટકોટ મેનેજિંગ ટ્રસ્ટી પરના હુમલા પ્રકરણમાં રૂડા ભગત આણી ટોળકી સામે ધાડની કલમ ઉમેરાઈ

રાજકોટ જિલ્લાના જસદણ નજીક આટકોટ ખાતે આવેલ જાણીતી શૈક્ષણિક સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીને તેમના પદ ઉપરથી હટાવવા માટે ભાજપના આગેવાન રૂડા ભગત સહિતના 40 શખ્સોએ પૂર્વયોજીત કાવતરું રચી શૈક્ષણિક સંકુલમાં મેનેજીંગ ટ્રસ્ટી ઉપર હુમલો કરી તોડફોડ કરી લુંટ ચલાવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતાં. પોલીસે આ ગુનામાં ટોળકી સામે ધાડની કલમ ઉમેરવા ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત થયા બાદ અંતે પોલીસે આરોપીઓ સામે ધાડની કલમનો ઉમેરો કરી ભુર્ગભમાં ઉતરી ગયેલા તમામ હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, આટકોટમાં રહેતા અને ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી અરજણભાઈ રામાણીએ ચાર દિવસ પહેલા ભાજપના આગેવાન રૂડા ભગત સહિત 40 શખ્સો સામે ગેરકાયદેસર મંડળી રચી પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે શૈક્ષણિક સંકુલમાં ધસી આવી તોડફોડ કરી મેનેજીંગ ટ્રસ્ટી ઉપર ખુની હુમલો કર્યો હતો અને ઓફિસમાંથી સીપીયુ અને અગત્યના ડોકયુમેન્ટની લુંટ ચલાવી તોડફોડ કરી હતી.

આ બનાવ અંગે જે તે વખતે પોલીસે ભાજપના આગેવાન રૂડા ભગત સહિતના 40 શખ્સો સામે પૂર્વયોજીત કાવતરું રચી હુમલો કરી તોડફોડ કરવા અંગેનો જ ગુનો નોંધ્યો હોય આ બનાવ સંદર્ભે બે દિવસ પહેલા ગ્રામજનો અને શૈક્ષણિક સંકુલના કર્મચારીઓએ મામલતદાર અને પોલીસમાં ઉગ્ર રજૂઆત કરી ટોળા સામે ધાડની કલમનો ઉમેરો કરવાની રજૂઆત કરી હતી.
પોલીસે ગ્રામજનોની રજૂઆત અને સીસીટીવી ફુટેજના આધારે રૂડા ભગત સહિતના 40 શખ્સો સામે ધાડની કલમનો ઉમેરો કરી ભુર્ગભમાં ઉતરી ગયેલા તમામ હુમલાખોરોની ધરપકડ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી તેમના આશ્રય સ્થાનો પર છાપા મારવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement