For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેનિફર મિસ્ત્રીની જાતીય સતામણી કેસમાં આસિત મોદીને 5 લાખનો દંડ

01:11 PM Mar 27, 2024 IST | Bhumika
જેનિફર મિસ્ત્રીની જાતીય સતામણી કેસમાં આસિત મોદીને 5 લાખનો દંડ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની પત્નીની ભૂમિકા ભજવનાર ટેલિવિઝન અભિનેત્રી જેનિફર મિસ્ત્રી લાંબા સમયથી ચર્ચામાં છે. અભિનેત્રીએ શોના નિર્માતા અસિત કુમાર મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે અસિત મોદી સામે જેનિફરની લડાઈમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં જેનિફર મિસ્ત્રી બંસીવાલની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો અને નિર્માતા અસિત મોદીને બાકી રકમ સાથે અભિનેત્રીને 5 લાખ રૂૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ અપાયો છે.

Advertisement

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રીએ શેર કર્યું હતું કે અસિતને તેની બાકી રકમ ચૂકવવા માટે અધિકૃત આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, જેનિફરે કહ્યું કે નિર્માતાએ તેની ચુકવણી રોકવા માટે વધારાની ફી ચૂકવવી પડશે, જે લગભગ 25-30 લાખ રૂૂપિયા હશે. ઉત્પીડનની વાત કરીએ તો અસિત કુમાર મોદી પર 5 લાખ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વનું છે કે હજી સુધી અસિત મોદી દ્વારા હજી સુધી આ અંગે કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતા વિરુદ્ધના ચુકાદા અને જાતીય સતામણીના કેસ વિશે વાત કરતા, જેનિફર મિસ્ત્રી બંસીવાલે ખુલાસો કર્યો કે ચુકાદો આવ્યાને ઘણા દિવસો થઈ ગયા છે. 15 ફેબ્રુઆરી 2024ના રોજ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો, પરંતુ અભિનેત્રીને આ અંગે કંઈપણ શેર ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement