For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેકેશનની શરૂઆત થતાં જ યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં સહેલાણીઓ અને યાત્રિકોનો ધસારો

12:01 PM May 14, 2024 IST | Bhumika
વેકેશનની શરૂઆત થતાં જ યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં સહેલાણીઓ અને યાત્રિકોનો ધસારો
Advertisement

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાલ ઉનાળુ વેકેશન શરૂૂ થયું છે ત્યારે સહેલાણીઓ અને યાત્રિકોનો હરવા ફરવાના તેમજ ધાર્મિક સ્થળો પર ધસારો વધતો જાય છે. ત્યારે યાત્રાધામ દ્વારકા ખાતે પણ યાત્રિકોનું ઘોડાપુર ઉભરાયું છે. જેના લીધે વેકેશનની શરૂૂઆતમાં જ ગોમતી સ્નાન અને દ્વારકાધીશજીના દર્શન કરવા લાંબી કતારો જોવા મળી રહી છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તમામ પરીક્ષાઓ પૂર્ણ થતાં શાળા-કોલેજોમાં વેકેશન જાહેર કરાતાં બાળકો અને વિધાર્થીઓ પરિવાર સહિત રજાની મોજ માણવા હરવા ફરવાના સ્થળો પર ઉમટી રહ્યા છે. હાલ ઉનાળાની ગરમીએ ઉકળાટમાં માજા મુકી છે તેમ છતાં લોકો વેકેશનની મોજ માણવા બહારગામના લોકો યાત્રાધામ દ્વારકામાં વેકેશનની શરૂૂઆત થતા જ લોકોનો લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શનિ-રવિવારમાં હજારો યાત્રિકો આવવા લાગ્યા છે. જેને લઈ ગોમતી સ્નાન અને ઠાકોરજીના દર્શનમાં લાંબી કતારો જોવા મળી હતી. યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોનો ધસારો થતાં હોટલ, ગેસ્ટહાઉસ ધર્મશાળાઓ હાઉસફુલ થવા લાગ્યા છે. જેને લઈ હોટલ સંચાલકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ ખાણીપીણીના ધંધાર્થીઓને ચાંદી થઈ ગઈ છે.

Advertisement

યાત્રાધામ દ્વારકામાં ભાવિકોનો ભારે ધસારો થતાં તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડતા ન પડે તેના માટે તકેદારી અંગે ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement