સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

વેરાવળ-પોરબંદરમાં સિઝન નબળી જતાં 60% જેટલી બોટો સિઝન પૂરી થાય તે પહેલાં જ કિનારે લાંગરી દેવાઇ

11:50 AM May 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

1 જૂનથી બે માસ માટે માછીમારી દરિયામાં બંધ રહે છે. પરંતુ સોમનાથ - વેરાવળ અને પોરબંદર પંથકમાં માર્ચ પહેલાંથી જ સીઝન સાવ નબળી અને ખર્ચ કરતા સાવ ઓછું ઉત્પાદન મળતું હોવાને કારણે 60 ટકા ઉપરાંતની બોટોનો બંદર ઉપર પાર્કિંગમાં થપ્પો થઈ ગયો છે. આમ સત્તાવાર વેકેશનના ત્રણ માસ પહેલાંથી માછીમારી સિઝન આટોપાઈ ગઈ છે. 4500 જેટલી બોટો પૈકી 3800 જેટલી બોટો સિઝન પૂરી થાય તે પહેલાં કિનારે લાંગરી ગઇ છે અને 1 જૂનથી 31 જુલાઇ સુધી 61 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

બધા જ વર્ષો કરતાં દરિયાઈ માછીમારીની આ નબળામાં નબળી સીઝન છે. તેમાં ગીર - સોમનાથ ટી જિલ્લાના વેરાવળ બોટ એસોસીએશન, સાગર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું હતું. - પહેલાં જે મચ્છી 300 રૂપિયામાં જતી જેને હાલ 80 રૂપિયામાં વેચાણ થાય છે. રશિયા - યુક્રેન યુધ્ધની અસર નિકાસ ઉપર પડી છે.
દરિયામાં માછીમારી કરવા જતી બોટની 20 દિવસની ટ્રીપ હોય છે. એક બોટમાં આઠથી દસ લોકો કામ કરતાં હોય છે. ટ્રીપનો ખચૉં ગણીએ તો ખલાસીઓનો પગાર 1 લાખ પાંચ હજાર, બરફ રૂૂપિયા 15000, રાશન ,20,000 રૂપિયા, નેટ રીપેરિંગ 10 થી 12 હજાર રૂૂપિયા અન્ય ખર્ચ રૂૂપિયા 10 હજાર ડીઝલ ખર્ચ રૂૂપિયા ત્રણ લાખ જેટલો થાય છે. આમ અંદાજે રૂૂપિયા સાડા ચાર લાખ ઉપરાંતનો ખર્ચ થાય અને તેથી વધુ માલ દરિયામાંથી ન મળે તો ટ્રીપ ફેઈલ જાય છે. માછલાના પુરા ભાવ ન મળતાં ધંધા ઠપ્પ થઇ ગયા છે.

જેની આજીવીકા ઉપર સીધી અસર થઈ છે. ડીઝલનો ભાવ વધારો, માછલીનો ભાવ અપ-ડાઉન ઉપરાંત દિવસે - દિવસે મચ્છીનો કેચ ઘટતો જાય છે. ઉપરાંત ગેરકાયદેસર થતી લાઈન ફીશીંગ અતિ આધુનિક ટેકનોલોજીવાળી ફલડ લાઈટ ફિશીંગ અને ચોક્કસ બોટો એકી સાથે જંગી માછલી કેચ સીસ્ટમ અને નાના બચ્ચા જાળમાં કેચ થાય. તેવી પ્રવૃતિ આવી વ્યાપકતાને કારણે હજારો ટન માછલીઓ અન્યત્ર ઉપાડી જવાય છે. જેથી સ્થાનિક રોજગારીને ધક્કો પહોંચે છે.

બંદરે કાંઠે જે 31 મે રાત્રી સુધી બોટો દર વરસે લાંગરી જતી. જે માર્ચ મહિનાથી જ લાંગરવાનું શરૂૂ થઇ જતાં વહાણ પાર્કિંગમાં વહાણોના થપ્પા લાગી ગયા છે. 1 જૂનથી બે માસ માટે સરકારી વેકેશન દરિયામાં શરૂૂ થાય છે. પરંતુ તે આ વખતે બે માસ પૂર્વેથી જ બિનસત્તાવાર રીતે વેકેશન શરૂૂ ગયેલ છે. કાંઠા ઉપર વાહણ રીપેરિંગ, જાળગુંથવી, નવા જહાજ બનાવવા સુતારી કામ - કલર કામ જે વેકેશનમાં જ થતું તે વહેલું શરૂૂ થઈ ગયું છે. ગુજરાત રીઝીયન સૌ ફૂડ એક્ષપોર્ટ એસોસીએશનના પ્રમુખ કેતન સુયાણી કહે છે, યુરોપ અને અમેરિકાની ઈકોનોમી ડાઉન છે. હવે ચાઈનામાં કોરોના પછી ઈકોનોમી પરિસ્થિતિ ખૂબ જ નબળી પડી છે. તેથી તે દેશ સસ્તા ભાવે માછલા માગે છે. જે ભારતના માછીમારોને પોષાય તેમ નથી. ભારતનું 70,000 કરોડનું વેંચાણ વિદેશોમાં જ થાય છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરલનું 22000 કરોડનું થાય છે. જે આ વર્ષ માત્ર 16000 કરોડ જ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વેરાવળમાં 4500 જેટલી ફિશિંગ બોટ છે. નાની હોડી 1200 જેટલી છે. સરકારી તંત્રના જણાવ્યા અનુસાર જિલ્લામાં 34520 માછીમારો તેમજ 6904 જેટલી બોટો તથા હોડીઓ દ્વારા માછીમારી પ્રવૃત્તિ કરવામાં આવે છે.

વેરાવળ જીઆઈડીસીમ: 75 પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ 59 આઈસ ફેક્ટરી અને 53 જેટલા ફિશ મિલ પ્લાન્ટ કાર્યરત છે. જેમાં આશરે 13,192 જેટલા પુરૂષો તકા મહિલાઓ કામગીરી થકી રોજગારી મેળવે છે.પૂરતી માછલીઓ ના મળતાં અને મોંઘું ડિઝલ વગેરે કારણ ટીપનો ખર્ચ ન નીકળતાં માર્ચથી જ સિઝન આટોપાવા લાગી હતી.

Tags :
boatsgujaratgujarat newsVeraval-Porbandar
Advertisement
Next Article
Advertisement