For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવી સરકાર બનતાની સાથે જ બજારે તોડ્યા તમામ રેકોર્ડ, સેન્સેક્સ 77 હજારને પાર કરી ગયો

10:07 AM Jun 10, 2024 IST | admin
નવી સરકાર બનતાની સાથે જ બજારે તોડ્યા તમામ રેકોર્ડ  સેન્સેક્સ 77 હજારને પાર કરી ગયો
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની રચનાના કારણે શેરબજારમાં ફરી એકવાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સોમવારે શપથ ગ્રહણ સમારોહના બીજા દિવસે શેરબજાર જોરદાર મોમેન્ટમ સાથે ખુલ્યું છે અને સેન્સેક્સે તમામ રેકોર્ડ તોડીને પ્રથમ વખત 77000ને પાર કરી લીધો છે.
PM નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને ઈતિહાસ રચ્યા બાદ સોમવારે શેરબજારે પણ મોદીને 3.0 સલામી આપી હતી. હકીકતમાં સપ્તાહના પહેલા દિવસે સોમવારે BSEનો 30 શેરો વાળા સેન્સેક્સે 323.64 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત 77,000 ના સ્તરને પાર કર્યો હતો. તે 77,017ના સ્તરે ખુલ્યો હતો.

આ સાથે જ NSE નો નિફ્ટી પણ બજાર ખુલતાની સાથે જ 105 પોઈન્ટના ઉછાળા સાથે 23400 પર ખુલ્યો હતો. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા.

Advertisement

2196 શેર વધ્યા
શેરબજારમાં ગયા શુક્રવારનો ઉછાળો ચાલુ રહ્યો અને 77,017ના સ્તરે ખૂલ્યા બાદ સેન્સેક્સે વધુ વેગ પકડ્યો અને 77,079.04ના સ્તરે પહોંચ્યો, જે BSE ઇન્ડેક્સનું નવું ઓલ-ટાઇમ હાઇ લેવલ છે. માર્કેટમાં ટ્રેડિંગની શરૂઆત સાથે જ લગભગ 2196 શેર લીલા નિશાન પર ઉછાળા સાથે ખુલ્યા હતા, જ્યારે 452 કંપનીઓના શેર લાલ નિશાન પર ઘટાડા સાથે ખુલ્યા હતા.

અદાણીના શેરમાં વધારો
પ્રારંભિક ટ્રેડિંગમાં નિફ્ટી ઇન્ડેક્સમાં અદાણીના શેરમાં વધારો જોવા મળ્યો છે. તે પૈકી અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા અને શ્રીરામ ફાઈનાન્સના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ડૉ રેડ્ડીઝ લેબ, એલટીઆઈ માઇન્ડટ્રી અને હિન્દાલ્કોના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement