For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

20 જેટલી કાર ભાડે રાખી વેચી મારી, મોટા રેકેટનો પર્દાફાશ

04:29 PM Apr 19, 2024 IST | Bhumika
20 જેટલી કાર ભાડે રાખી વેચી મારી  મોટા રેકેટનો પર્દાફાશ
  • રાજકોટ ક્રાઈમ બ્રાંચે મોરબી-માળિયા પોલીસને સાથે રાખી પાર પાડ્યું ઓપરેશન
  • રાજકોટ-જામનગરની ટોળકીનું કારસ્તાન, પાંચેક કરોડના વાહનો કબજે કરવા કવાયત

રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને મોરબી પોલીસે ભાડે રાખેલી મોટરકારો બારોબાર વેંચી મારવાના મસમોટા રેકેટનો પર્દાફાશ કરી રાજકોટ સહિતના સ્થળોએથી ભાડે રાખેલી 20 જેટલી કાર કબ્જે કરવા કવાયત હાથ ધરી છે. અને રાજકોટ-જામનગરની ટોળકીને પણ દબોચી લીધી હોવાનું જાણવા મળે છે.રાજકોટના અને મૂળ ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામના ઋષિ હિંમતભાઈ ચોવટીયા નામના વ્યક્તિએ રાજકોટ તાલુકા પોલીસમાં એક સ્કોર્પિયો કાર આકાશ ઉર્ફે અકી પટેલ(રહે.કોઠારિયા રોડ રાજકોટ) અને બિલાલશા હશનશા શાહમદાર(રહે.જામનગર વાળા)ને ભાડે થી ગાડી આપી હતી.પરંતુ સમય સર ગાડી કે ભાડું પરત ન આપતા ગાડી માલિક દ્વારા બંને વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisement

પરંતુ રાજકોટ પોલીસને આ મોટું કોભાંડ હોવાનું અને આવી અનેક ગાડીઓ ગઈ હોવાનું માલુમ પડતાં આ ગાડીઓ ક્યાં છે? તેની પ્રાથમિક તપાસ કરતા આ ગાડીઓ મોટા ભાગની મોરબી જિલ્લાના માળીયા મીયાણાના છેવાડાના વિસ્તારમાં એક પ્લોટમાં હોવાની માહિતીના મળી હતી.આ બારામાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ,ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલિયાની રાહબરીમાં અલગ અલગ પીએસઆઈની ટીમો તેમજ મોરબી જીલ્લા પોલીસની માળીયા મીયાણા પોલીસની મદદ માંગી હતી અને માળિયા વિસ્તારમાં કાર માલિકોને કાગળો સાથે બોલાવવામાં આવ્યા હતા.
આ કારમાં મહિન્દ્રા થાર, સ્કોર્પિયો,ફોર્ચ્યુંનર,સ્વિફ્ટ,અરટીગા,બલેનો, કીયા,ફોર્ડ ,આઇ 20,જેવી જુદી જુદી કંપનીની નવી નક્કોર મોંઘી દાટ ગાડીઓ માળીયા પોલીસ અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ કરી હતી.આ ગુનામાં લગભગ પાંચેક કરોડ સુધીનો મુદ્દામાલ મોડીરાત સુધી જપ્ત કરવામાં આવ્યો હતો.આ બનાવમાં હાલ અનેક કારના માલિકો પોલીસ પાસે પહોંચી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,હાલ કાર કબ્જે કરવા અને કાર ચાલકોના નિવેદન લેવાની કામગીરી ચાલુ છે.આ સમગ્ર કૌભાંડની વિગતો પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે.

અક્કી અને બિલાલશા બંને રિયાઝ મારફતે ગ્રાહકો શોધતા અને મોંઘી કારને બેથી ત્રણ લાખમાં વેચી નાખતા!

Advertisement

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે,અક્કી પટેલ અને બિલાલશા બંને આરોપીઓ રિયાઝ નામના વ્યક્તિ મારફતે ગ્રાહકો શોધતા અને કારને બે થી ત્રણ લાખમાં વેચી નાખતા અને થોડા દિવસો બાદ ફરી નવી કાર તેને આપેલા રૂૂપિયા સામે આપી દેતા જો કે કાર માલિકોને આ બાબતે ખબર પડતા મોરબી જીલ્લામાં રાત્રીના જ કાર લેવા પહોંચી ગયા હતા અને પોતાની રીતે શોધવાનો પ્રયત્ન કરતા મોરબીના એક વિસ્તારમાં મારામારી થઈ હતી.

જીપીએસ ટ્રેકરથી ગાડી શોધવા મોરબી ગયેલા રાજકોટના 13 શખ્સો સામે નોંધાતો ગુનો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરા નજીક ગુલાબનગરમાં રહેતા સરીફાબેન ઉર્ફ મુમતાજબેન દાઉદભાઇ જામએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી આનંદ ગણપતભાઇ દવે (રહે.રાજકોટ ખોડીયાર નગર),ભાવીક ભરવાડ,રવી ભરવાડ,અભય મકવાણા,ધવલ મકવાણા,ધર્મેશ બારોટ,ધવલભાઇ મુકેશભાઇ પ્રજાપતિ,રજત સાવલીયા,પાર્થ પટેલ,વિવેક ઉમરેઠીયા,ભરત ડાંગર,સમીર સલીમભાઇ શાહમદાર અને સાહિલ બોદુભાઇ (રહે.બધા રાજકોટ) વિરુદ્ધ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. વધુ વિગતો મુજબ,કારમાં લગાવેલ જીપીએસ સિસ્ટમના આધારે આનંદ તથા તેના મિત્રો ગત તા.18/04ના રાત્રીના 1.30વાગ્યા આસપાસ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement