For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

LRD-PSI માટે શારીરિક કસોટી ચોમાસા બાદ લેવાશે: હસમુખ પટેલ

03:34 PM May 13, 2024 IST | Bhumika
lrd psi માટે શારીરિક કસોટી ચોમાસા બાદ લેવાશે  હસમુખ પટેલ
Advertisement

LRD, PSIની ભરતી અંગે હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી છે કે, શારીરિક કસોટી ચોમાસા પછી લેવાશે. એટલું જ નહીં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરીથી અરજી કરી શકાશે. લાયકાત ઉમેદવારો આ માટે અરજી કરી શકશે. અરજી કરવા માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. શારીરિક કસોટી માટે ઉમેદવારોને ઘણો સમય મળશે. ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં શારીરિક કસોટીનું આયોજન છે. PSI માટે સાડા ચાર લાખ જેટલી અરજી મળી છે. જ્યારે LRD માટે સાડા નવ લાખ જેટલી અરજી મળી છે.

લોકરક્ષકમાં બે પાર્ટની અંદર પરીક્ષાનું પેપર લેવાશે. પાર્ટ એ અને પાર્ટ બી. બન્નેમાં પાસ થવું ફરજિયાત છે, અને બન્નેમાં 40 ટકા ગુણ મેળવવા ફરજિયાત છે. પાર્ટ એ 80 માર્કનું હશે જેમાં 80 પ્રશ્નો પુછાશે.

Advertisement

પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની OBJECTIVE MCQ TEST માં ભાગ લઈ શકશે.
અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. એને બદલે હવે 200 ગુણનું 3 કલાકનું BJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-એ અને ભાગ-બી એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નવા મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે. પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement