For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હરિત શુક્લાની નિયુક્તિ

05:13 PM Jun 29, 2024 IST | admin
રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હરિત શુક્લાની નિયુક્તિ

ગુજરાત રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ટુરિઝમ વિભગના અગ્રસિવ તરીકે ફરજ બજાવતા હરિત શુકલાની નિમણુંક કરવામા આવી છે. હરિત શુકલાની રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીના સ્થાને કરવામાં આવી છે.

Advertisement

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજયના નવા ચૂંટણી અધિકારી હરિત શુકલા 1999ની આઇએએસ અધિકારી છે અને તેઓ હાલ ટુરિઝમ અને એવિએશનમાં પ્રિન્સિપાલ સેકેટરી તરીકે ફરજ બજાવતા હતા. તેમની ટુરિઝમ વિભાગમાંથી બદલી કરીને રાજયના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં રાજયની 26 બેઠકની ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશનર પી. ભરતીના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પી. ભારતી રાજયના મુખ્ય ચૂંટણી કમિશનરની જવાબદારીમાંથી મુકત થવા માંગતા હતા સરકાર દ્વારા નવા અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement