પરેશ પટેલની પ્રવેશ મંત્રી અને શ્રીનાથ શાહની કાર્યાલય મંત્રી તરીકે નિમણુંક
03:50 PM Jul 20, 2024 IST | Bhumika
Advertisement
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અચાનક સક્રિય થયા છે અને ભાજપ પ્રદેશ સંગઠનમાં ફેરફારશ શરૂ કર્યા છે. પરેશ પટેલની ભાજપ પ્રદેશ મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સી.આર.પાટીલના ઙઅ તરીકે છેલ્લા 4 વર્ષથી કાર્યરત હતા.
પરેશ પટેલે છેલ્લા 20 વર્ષથી કાર્યાલય મંત્રી તરીકે સેવા આપી છે અને હવે એમને કાર્યાલય મંત્રીમાંથી ભાજપ પ્રદેશ મંત્રી તરીકે પ્રમોટ કરાયા છે. કમલમની વ્યવસ્થામાં આ નવા ફેરફારો કરાતા ગુજરાત ભાજપના કાર્યકરોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.પરેશ પટેલ સી.આર.પાટીલના ઙઅ તરીકે છેલ્લા 4 વર્ષથી કાર્યરત હતા અને હવે એમની જગ્યા પર શ્રીનાથ શાહની કાર્યાલય મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. શ્રીનાથ શાહ છેલ્લા 25 વર્ષથી એલ.કે.અડવાણી સાથે કાર્યરત હતા. હાલ શ્રીનાથ શાહ પ્રદેશ અધ્યક્ષના કમલમ કાર્યાલય ખાતે ઙઅ તરીકે ફરજ નિભાવે છે.
Advertisement
Advertisement