For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવાને એસિડ પીધું

12:10 PM Jan 27, 2024 IST | Bhumika
જૂનાગઢ વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવાને એસિડ પીધું

જૂનાગઢ શહેરના અલંકાર સિનેમા પાસે નવાપુરા લાઈન અબ્દુલ્લા બાગ આશા બેકરી ની અંદર રહી મજૂરી કામ કરતા એક યુવકે આજે વ્યાજખોરો પાસેથી 25, હજાર રૂૂપિયા 20 % ના ઊંચા વ્યાજે લીધા બાદ વ્યાજ ચૂકવવા છતાં મહિલા સહિતના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એસિડ પી જતા ગંભીર હાલતમાં પ્રથમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ પારકા કામ કરતી મહિલાનો એકનો એક પુત્ર હોય મહિલાએ ન્યાય માટે જૂનાગઢના પોલીસ તંત્ર પાસે ન્યાયની રીતસર ભીખ માંગી છે

Advertisement

બનાવની આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના અલંકાર સિનેમા પાસે નવાપુરા લાઈન આશા બેકરીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવક સાહિલ આશિફ સોરઠીયા ઉં.વ. 23, વાળાએ ઉનાળાની જરૂૂરિયાત હોય ત્યારે 25000 રૂૂપિયા 20% ના વ્યાજ થી સીમા નામની મહિલા વ્યાજખોર પાસેથી લીધેલ હતા છેલ્લા આશરે છ એક મહિનાથી નિયમિત રુપિયા રૂૂપિયા 5 હજાર વ્યાજ પેટે આ યુવક ચૂકવતો હતો પરંતુ વ્યાજખોરોને આટલાથી સંતોષ ન થતા તેમણે આ યુવકની ઘરવખરી ઉપર નજર બગાડી હતી ગેસના બાટલા સહિતની ઘરવખરી ઘરેથી ઉપાડી જઈ તાત્કાલિક મુદ્દલ તેમજ વ્યાજ ચૂકવવા નહિતર પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક હેબતાઈ ગયો હતો અને બીકનો માર્યો એસિડ પી લીધું હતું ગત રાત્રિના ઘરનાઓને આ વાતનો ખ્યાલ આવતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોને તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો

યુવક ની માતા મુમતાઝ આસિફ સોરઠીયાએ જણાવ્યું હતું કે તેમના એકના એક દીકરા સાહિલ એ સીમા નામની મહિલા વ્યાજખોર પાસેથી રૂૂપિયા 25, હજાર 20% ના વ્યાજે લીધા હતા છેલ્લા છ માસથી છોકરો જ્યારે વ્યાજમાં પહોંચી ન શકતો ત્યારે પોતે પારકા કામ કરી આ મહિલા વ્યાજખોર ને રૂા.5,હજાર વ્યાજના ચૂકવતા હતા છતાં છેલ્લા 15 દિવસથી વ્યાજનો છેલ્લો હપ્તો ન ભરી શકતા અત્યાર સુધી નિયમિત ભરેલા 5000 રૂૂપિયાના વ્યાજથી સંતોષ ન થયો હોય તે રીતે આ વ્યાજ ખોરો તેમજ તેમની સાથેની તેમની ટોળકીના સાકીર તેમજ શાહિદ એક સંપ કરી ઘરે આવી અવારનવાર મારા છોકરાને કપડાં કાઢી ફટકારતા ઉપરાંત મારા ઘરમાંથી ઘરવખરી તેમજ ગેસના બાટલા સહિતની ચીજ વસ્તુઓ ઉપાડી જતા તેમજ તું તાત્કાલિક વ્યાજ તેમ જ મુદ્દલ ચૂકવી આપ નહીં તો તારા આખા પરિવારને જાનથી મારી નાખશું તેવી ધમકી આપતા જેથી કરીને તેમના પુત્ર સાહિલ એ એસિડ પી લેતા હાલ અત્યંત હાલત ગંભીર છે જવાબદાર તંત્રએ આ સંદર્ભે તેમના દીકરાનું ડી.ડી. લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પરિવારનો આધાર એક જ દીકરો સાહિલ હોય અને તેમને પણ નાના બે બાળકો હોય દીકરાને બચાવી લેવા તેમજ ન્યાય અપાવવા જવાબદારો પાસે રીતસર ખોળો પાથરીને ન્યાયની ભીખ માંગી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement