For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોવેક્સિન રસીની આડ અસરનો વધુ એક રિપોર્ટ: ચેતાતંત્રમાં અસર થતી હોવાનો દાવો

04:27 PM May 16, 2024 IST | Bhumika
કોવેક્સિન રસીની આડ અસરનો વધુ એક રિપોર્ટ  ચેતાતંત્રમાં અસર થતી હોવાનો દાવો
Advertisement

ભારત બાયોટેકની રસીથી 10.5 ટકા છોકરીઓને શરીરમાં ચાંઠા, 5.8 ટકા યુવકોને સ્નાયુ-સાંધાની તકલીફ થઈ હોવાનું તારણ

કોરોનાકાળ દરમિયાન, તેનાથી બચાવવા માટે દેશમાં મોટી સંખ્યામાં લોકોએ કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી લગાવી હતી, પરંતુ હવે ધીરે ધીરે આ બંને રસીની આડઅસર સામે આવી રહી છે.કોવિશિલ્ડ બનાવનાર બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ તાજેતરમાં જ એક કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, તેની રસી કેટલાક લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આ બાદ આપણા દેશમાં ભારત બાયોટેક કંપની દ્વારા વિકસિત રસી ‘કોવેક્સિન’ની આડઅસર અંગે એક અહેવાલ આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ રસી મળ્યાના લગભગ એક વર્ષની અંદર તેની આડઅસર મોટી સંખ્યામાં લોકોમાં જોવા મળી હતી. આની સૌથી વધુ અસર ટીનેજ છોકરીઓને થઈ હતી.

Advertisement

પ્રતિષ્ઠિત બિઝનેસ અખબાર ‘ઈકોનોમિક ટાઈમ્સ’ના એક અહેવાલ અનુસાર, આડ અસરો અંગે એક ‘ઓબેડર્વેશન સ્ટડી’ હાથ ધરવામાં આવી હતી.આમાં, નઅડવર્સ ઇફેક્ટ ઓફ સ્પેશિયલ ઇફેક્ટથ એટલે કે AESI રસી મેળવનાર ત્રીજા ભાગના લોકોમાં જોવા મળ્યું હતું.આ સંશોધન અહેવાલ સ્પ્રિંગરલિંક જર્નલમાં પ્રકાશિત થયો છે.રિપોર્ટ અનુસાર આ રિસર્ચ માટે 1024 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં 635 કિશોરો અને 391 યુવાનો હતા. રસીકરણના એક વર્ષ પછી ફોલો-અપ ચેકઅપ માટે તે તમામનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, નવાયરલ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શનથ 304 કિશોરોમાં એટલે કે લગભગ 48 ટકામાં જોવા મળ્યું હતું. આવી સ્થિતિ 124 યુવાનોમાં જોવા મળી હતી.આ સિવાય 10.5 ટકા કિશોરોમાં ‘ન્યુ-ઓનસેટ સ્કિન એન્ડ સબક્યુટેનીયસ ડિસઓર્ડર’ (શરીરમાં ચાંઠા પડવા), જનરલ ડિસઓર્ડર એટલે કે 10.2 ટકામાં સામાન્ય સમસ્યા, 4.7 ટકામાં નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર એટલે કે ચેતા સંબંધિત સમસ્યા જોવા મળી હતી. તેવી જ રીતે, 8.9 ટકા યુવાનોમાં સામાન્ય સમસ્યાઓ, મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર એટલે કે 5.8 ટકામાં સ્નાયુઓ, ચેતા, સાંધા સંબંધિત સમસ્યાઓ અને 5.5 ટકામાં નર્વસ સિસ્ટમને લગતી સમસ્યાઓ જોવા મળી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement