For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આર્થિક ભીંસથી વધુ એક પરિવારનો માળો પીંખાયો : ગોંડલના યુવકનો આપઘાત

12:10 PM Jun 11, 2024 IST | Bhumika
આર્થિક ભીંસથી વધુ એક પરિવારનો માળો પીંખાયો   ગોંડલના યુવકનો આપઘાત
Advertisement

કામધંધો નહીં મળતા યુવાને ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવાર શોકમાં ગરકાવ

રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિકમંદીના કારણે અનેક પરિવારના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યોર વધુ એક બનાવમાં ગોંડલમાં રહેતા યુવકે કામ ધંધો નહીં મળતા ઝેરી ટીકડા ખાઈ જીવન ટુંકાવીલીધું હતું. યુવકના આપઘાતથી બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં વોરાકોટડા રોડ ઉપર આવેલા વિજયનગરમાં રહેતા શંભુભાઈ દોલતરામ કાપડી નામનો 45 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સવારના દસેક વાગ્યાના અરસામાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની ટુંસકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Advertisement

પ્રાથમિક પુછપરછમાં મૃતક શંભુભાઈ કાપડી ચારભાઈ બે બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં બે પુત્ર છે શંભુભાઈ કાપડી યાર્ડમાં શાર્કભાજીની મજુરી કરતા હતાં. પરંતુ થોડા સમયથી કામ-ધંધો નહીં ચાલતા આર્થિકભીંસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement