For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં વધુ એક ટોળકીનો બાઇક ઉપર જોખમી સ્ટંટ

04:08 PM Jun 19, 2024 IST | Bhumika
રાજકોટમાં વધુ એક ટોળકીનો બાઇક ઉપર જોખમી સ્ટંટ
Advertisement

રંગીલા રાજકોટિયન્સના શોખ વધતા જઈ રહ્યા છે. મોંઘીદાટ ગાડીઓની સાથે હવે યંગસ્ટર્સ જોખમી સ્ટંટ તરફ વળ્યા છે.અનેકવાર રાજકોટના જાહેર માર્ગો પર જોખમી સ્ટંટના ખેલ ખેલાતા હોય અને તેના પુરાવા રૂૂપે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા હોય છે.ત્યારે વધુ એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે.જેમાં એક સ્ટંટમેન ચાલુ બાઈક પર છુટ્ટા હાથે અને સુતા સુતા સ્ટંટ કરતો નજરે પડ્યો છે.આ સ્ટંટમેને જાણે રાજકોટ પોલીસને પડકાર ફેંકતો હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા જાહેર રસ્તા પર લગભગ ચાર જેટલા સ્ટંટમેન્ટ બાઈક પર સુતેલી હાલતમાં સ્ટંટ કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આ સ્ટંટમેન દ્વારા લગભગ 80થી 100ની સ્પીડે વાહન ચલાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે વાહન નંબરને આધારે તમામને પકડી લેવા કાર્યવાહી શરૂૂ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,ગઈકાલે પણ એક બાઈક પર ઉભા ઉભા ચાલક સ્ટંટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો તે વિડીયો ગોંડલ રોડ પરનો હોવાનું સામે આવ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement