For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં વધુ એક કસ્ટોડિયલ ડેથ: પ્રેમીયુગલે સજોડે ગળા કાપ્યા, યુવતીનું મોત

11:59 AM May 04, 2024 IST | Bhumika
રાજકોટમાં વધુ એક કસ્ટોડિયલ ડેથ  પ્રેમીયુગલે સજોડે ગળા કાપ્યા  યુવતીનું મોત
Advertisement

યુનિવર્સિટી પોલીસ મથકના નાગરિક સુવિધા કેન્દ્રમાં બેઠેલા યુવક-યુવતીએ પરિવાર એક નહીં થવા દે તેવી બીકે દરવાજો બંધ કરી ગળામાં બ્લેડ ફેરવી દીધી, યુવક ગંભીર

નખત્રાણાના મોટી વિરાણી ગામેથી ભાગેલા પ્રેમીપંખીડાને લોકેશન આધારે રાજકોટ પોલીસે ઝડપી લીધા’તા

Advertisement

રાજકોટ પોલીસ ઉપર કસ્ટડીયલ ડેથનું કલંક લાગ્યું હોય તેમ અગાઉ બે યુવકને પોલીસે માર મારવાથી મોત નિપજ્યાની ઘટના અને પ્રૌઢને પોલીસે ઉઠાવી જઇ માર મારતા મોત થયાના આક્ષેપ થયા છે. ત્યારે એ બંને ઘટના હજુ વિસરાઇ નથી ત્યાં વધુ એક કસ્ટોડિયલ ડેથની ઘટનામાં સામે આવી છે. જેમાં નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામમાંથી ભાગેલા પ્રેમી પંખીડાને રાજકોટ પોલીસે લોકેશન ટ્રેસ કરી ઝડપી લીધા હતા અને પ્રેમી પંખીડાને યુનિવર્સિટી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા ત્યારે નાગરિક સુવિધા કેન્દ્ર રૂૂમમાં બેઠેલા પ્રેમી યુગલે પરિવાર એક નહીં થવા દે તેવી દહેશતે પ્રેમી પંખીડાએ સજોડે ગળા ઉપર બ્લડના કાપા મારી લીધા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું મોત નિપજ્યું હતું જ્યારે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે રહેતા વિનોદ ગોવિંદભાઈ સથવારા (ઉ.વ.19) અને પૂજાબેન રૂૂપાભાઈ ભદ્ર (ઉ.વ.23) ગઈકાલે સાંજના રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં રાજકોટમાં આવેલા યુનિવર્સિટી પોલીસ મથકમાં નાગરિક સુવિધા કેન્દ્રમાં હતા ત્યારે યુવક અને યુવતીએ પોતાની જાતે સજોડે પોતાના ગળા ઉપર બ્લેડના કાપા મારી દીધા હતા.

લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા યુવક-યુવતીને પોલીસ દ્વારા તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલી પૂજાબેન ભદ્રને સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી આ અંગે રાજકોટ પોલીસે નખત્રાણા પોલીસને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ નખત્રાણા પોલીસ અને યુવક-યુવતીનો પરિવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આવવા રવાના થયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં વિનોદ સથવારા અને પૂજાબેન ભદ્રને આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને બંને પ્રેમી પંખીડા ગત તા.2 મેના રોજ મોટી વિરાણી ગામેથી ભાગ્યા હતા આ અંગે નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પ્રેમી પંખીડા રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા એજી ચોકમાં હોટલ નોવામાં હોવાની જાણ થતા નખત્રાણા પોલીસે રાજકોટ પોલીસને તપાસ કરવા મદદ માંગી હતી. જેને પગલે યુનિવર્સિટી પોલીસે લોકેશન ટ્રેસ કરી પ્રેમી પંખીડાને હોટલ નોવામાંથી ઝડપી લીધા હતા અને બંને પ્રેમી પંખીડાને યુનિવર્સિટી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં નાગરિક સુવિધા કેન્દ્ર રૂૂમમાં બેસાડવામાં આવ્યા હતા.

ત્યારે પ્રેમી પંખીડાએ બંનેની જ્ઞાતિ અલગ અલગ હોવાથી પરિવાર એક નહીં થવા દે તેવી દહેશતે સજોડે પોતાની જાતે ગળા ઉપર બ્લેડ વડે કાપા મારી લીધા હતા. જેમાં પૂજબેન ભદ્રાનું મોત નીપજ્યું હતું જ્યારે પ્રેમી વિનોદ સાથવારાની હાલત ગંભીર છે. અને મૃતક યુવતી બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement