For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહારમાં વધુ એક પુલ તુટ્યો, જોત જોતામાં પુલ નદીમાં થયો ધરાશાયી, જુઓ વિડીયો

03:07 PM Jun 22, 2024 IST | Bhumika
બિહારમાં વધુ એક પુલ તુટ્યો  જોત જોતામાં પુલ નદીમાં થયો ધરાશાયી  જુઓ વિડીયો
Advertisement

બિહારમાં વધુ એક પુલ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. બિહારના સિવાન જિલ્લામાં ગંડક કેનાલ પર બનેલો પુલ આજે તૂટી પડ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પુલ તૂટી પડવાનો વીડિયો પણ સામે આવ્યો છે. માહિતી મળતા જ વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે આ પુલ જૂનો હતો. તે જ સમયે, પુલ તૂટી જવાને કારણે, નજીકના ડઝનેક ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પુલ ધરાશાયી થવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

આ ઘટના જિલ્લાના દારુંડા બ્લોકની રામગઢ પંચાયતમાં બની હતી. લોકોના જણાવ્યા મુજબ આ પુલ ઘણો જૂનો હતો, પરંતુ બે વર્ષ પહેલા કેનાલ બનાવવામાં આવી હતી. આરોપ છે કે કેનાલ બનાવવામાં બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે પાણીના જોરદાર પ્રવાહને કારણે પુલના થાંભલા પરથી માટીનું સતત ધોવાણ થતું હતું. જેના કારણે પુલના થાંભલા નમી જવા લાગ્યા હતા.

Advertisement

વિપક્ષે આ મામલે નીતિશ સરકાર પર પ્રહારો કર્યા છે. રાષ્ટ્રીય જનતા દળે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે દર અઠવાડિયે કોઈને કોઈ પુલ તૂટી જશે એ વાત 100% નિશ્ચિત માનવામાં આવે છે!

Advertisement
Tags :
Advertisement
Advertisement