For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરમાં વધુ 99 વેપારીઓ ગંદકી કરતા અને પ્લાસ્ટિક સાથે ઝડપાયા

05:12 PM Jun 03, 2024 IST | admin
શહેરમાં વધુ 99 વેપારીઓ ગંદકી કરતા અને પ્લાસ્ટિક સાથે ઝડપાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ2021 અન્વયે આજરોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજરોજ ત્રણેય ઝોનમાંથી કુલ 99 આસામીઓ પાસેથી 15.525કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.29,050/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

Advertisement

સેન્ટ્રલ ઝોનના જવાહર રોડ, અટીકા રોડ, કેનાલ રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 35આસામીઓ પાસેથી 4.325કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 9,900/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનનાશ્યામનગર મેઈન રોડ,મવડી રોડ, જીવરાજપાર્કપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 43આસામીઓ પાસેથી 6.450 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.12,100/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનનાગોવિંદબાગ,કોઠારિયા રોડ,ભાવનગર રોડપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 21આસામીઓ પાસેથી 4.750 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી 7,050નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement