સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

વધુ 121 વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા પકડાયા

04:54 PM Jun 06, 2024 IST | admin
Advertisement

ભારત સરકાર દ્વારા વર્ષ-2014માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન 1.0, સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત બની રહ્યુ છે. જેની સફળતાના આધારે, ભારત સરકારે વર્ષ-2026 સુધીમાં તમામ શહેરોને કચરા-મુકત શહેરો બનાવવાના ઉદેશય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન-2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજ્યના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કરવામાં આવેલ છે. નિર્મળ ગુજરાત 2.0ના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.01/06/2024થી તા.15/06/2024 દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજરોજ ત્રણેય ઝોન વિસ્તારના અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.05/06/2024ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 121 આસામીઓ પાસેથી 30.985 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.40050નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના ગીતા મંદિર રોડ, આનંદ બંગલા ચોક પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 45 આસામીઓ પાસેથી 18.2 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.13200નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના પુનીતનગર રોડ, ગંદકી કરતા આસામી પાસેથી રૂ.14550નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનના કુવાડવા રોડ, પેડક રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 41 આસામીઓ પાસેથી 6.855 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.12300નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.

Advertisement

Tags :
gujaratgujarat newsplastic banedrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement