For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કારીગરો સાથેના કકળાટમાં મહંતની જીવતા સમાધિની જાહેરાત

03:58 PM Jun 19, 2024 IST | Bhumika
કારીગરો સાથેના કકળાટમાં મહંતની જીવતા સમાધિની જાહેરાત
Advertisement

લાલપરી પાસે આવેલ બદ્રીનાથ મહાદેવ મંદિરના મહંતે ખાડો પણ તૈયાર કરી લીધો

15 દિવસ પૂર્વે મહંત ઉપર હુમલો કરનાર વિરૂદ્ધ પો.કમિશનર અને કલેક્ટરને કાર્યવાહી અંગે અલ્ટિમેટમ આપવા છતાં પગલાં નહીં લીધાનો આક્ષેપ

Advertisement

શહેરમાં પોલીસની ધાક ઓસરી હોય તેમ ક્રાઇમના ગ્રાફમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે લાલપરી નદીના કાંઠે બદ્રીનાથ મહાદેવ મંદિરના મહંત ઉપર 15 દિવસ પૂર્વે કારીગરોએ હુમલો કરી માર માર્યો હતો મારમારી જાનથી મારી નાખવાની ઘમકી આપનાર શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરવા મંદિરના મહંતે પોલીસ કમિશનર અને કલેકટર ને રજુઆત કરી હતી. તેમ છતા હુમલાખોર શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી નહીં થતા મહંતે કારીગરો સાથેના કકડાટમાં પોલીસ કાર્યવાહીથી નારાજ થઇ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી હતી અને મંદિરના પટાગણમાં ખાડો ખોદી સમાધી લેવાની તૈયારી કરતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, લાલપરી નદીના કાંઠે તિરૂપતિ સોસાયટી પાછળ આવેલા બદ્રીનાથ મહાદેવ મંદિર અને હરિહર ઉદાસીન આશ્રમના મહંત સુરજદાસ નિરવૈયદાસ નામના 80 વર્ષના વૃધ્ધ ગત તા.3નાં રોજ બદ્રીનાથ મહાદેવના મંદિરે હતાં ત્યારે મંદિરે મજુરી કામ અર્થે આવતાં કારીગરોને કામ બાબતે કહેતા કારીગરોએ ઝઘડો કરી ધોકા અને પાઈપ વડે માર માર્યો હતો. મહંતને ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં એમએલસી નોંધ દાખલ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી મહંતની તબિયત તંદુરસ્ત થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં એમએલસી નોંધ દાખલ થઈ હોવા છતાં બી ડીવીઝન પોલીસ દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નહીં હોવાના આક્ષેપ સાથે મહંતે રાજકોટ પોલીસ કમિશ્નર અને કલેકટરને લેખિતમાં અરજી કરી હતી અને અરજીમાં આક્ષેપ કર્યો હતો કે મંદિરમાં ચાલતા બાંધકામનો ભરતભાઈ નામના કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપ્યો હતો અને ભરતભાઈના માણસો કામ અર્થે આવતાં હતાં. જેઓને કામ બાબતે મહંત સુરજદાસ નિરવૈયદાસે કહેતા કારીગરોએ માર માર્યો હતો.

હુમલાખોર શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી આશ્રમમાં નુકસાન કર્યું છે. જે અંગે પોલીસ ચોપડે એમએલસી નોંધ જાહેર કરવામાં આવી હોવા છતાં બી ડીવીઝન પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હુમલાખોર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી.હુમલાખોર શખ્સોએ ધમકી આપતાં ચિંતીત મહંતે આરોપીઓ સામે 15 જૂન સુધીમાં કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો જીવતા સમાધી લેવાની ચિમકી આપી હતી.

પોલીસ કમિશ્નર અને કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ કરાયેલી રજૂઆત છતાં આરોપીઓ વિરૂધ્ધ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતાં પોલીસની ઢીલી કામગીરી અને કારીગરો સાથેના કકળાટમાં મહંત સુરજદાસએ જીવતા સમાધી લેવાનું નક્કી કરી લીધું છે. સુરજદાસે મંદિરના પટાંગણમાં જ ખાડો તૈયાર કરી લીધો છે તેમ છતાં પોલીસ તંત્રનું પેટનું પાણી પણ હતું ન હોય તેમ મહંતે સમાધીની તૈયારી કરી લેવા છતાં હજુ સુધી હુમલાખોર આરોપીઓ સામે પગલાં લેવામાં આવ્યા નથી. બદ્રીનાથ મહાદેવ મંદિરના મહંત સુરજદાસ નિરવૈયદાસ જીવતા સમાધી લે તે પૂર્વે જ પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી સેવકોમાં માગ ઉઠી છે. પોલીસની ઢીલી કામગીરી અને કારીગરો સાથેના કકળાટમાં મહંતે જીવતા સમાધી લેવાની તૈયારી કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement