For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં દલિત સમાજની રેલીના દિવસે જ માર્કેટ યાર્ડ બંધનું એલાન

12:31 PM Jun 11, 2024 IST | Bhumika
ગોંડલમાં દલિત સમાજની રેલીના દિવસે જ માર્કેટ યાર્ડ બંધનું એલાન
Advertisement

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર જયોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ અને તેના સાગરીકોએ જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી ગોંડલ ખાતેના ફાર્મહાઉસમાં ઠોરમાર માર્યાની ઘટનાના વિરોધમાં તા.12ના રોજ દલિત સમાજ દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી બાઇકરેલીનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા તા.12મીએ માર્કેટ યાર્ડ બંધનું એલાન આપતા આ ઘટના રાજકીય સ્વરૂપ આપવા પ્રયાસ કરાયો છે. જુનાગઢના દલીત યુવાનનું અપહરણ કરી માર મારવાની ચર્ચિત ઘટનામાં તા.12 બુધવારનાં જુનાગઢ થી ગોંડલ રેલી આવી રહી હોય તા.12 બુધવારનાં ગણેશ જાડેજા નાં સમર્થન માં માર્કેટ યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કમીશન એજન્ટ એસોસિએશન, મજુર યુનિયન તથા વેપારી મંડળ દ્વારા કરાઇ છે.

કમીશન એજન્ટ એસોસિએશન નાં પ્રમુખ યોગેશભાઈ કીયાડા એ યાદીમાં જણાવ્યું કે તા.12 બુધવાર નાં જુનાગઢ થી રેલી ગોંડલ આવી રહી છે.ત્યારે ગણેશભાઈ જાડેજા નાં સમર્થન માં તા.12 નાં માર્કેટ યાર્ડ સંપુર્ણ બંઘ રહેશે.હરરાજી થી લઈ ને યાર્ડ નાં તમામ કામ બંધ રહેશે. તેવું જણાવાયું છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement