For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના કારખાનામાંથી કેમિક્લ યુક્ત પાણી નદીમાં છોડાતા રોષ

11:39 AM May 15, 2024 IST | Bhumika
મોરબીના કારખાનામાંથી કેમિક્લ યુક્ત પાણી નદીમાં છોડાતા રોષ
Advertisement

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે નદી પર પેપર મીલના કારખાના આવેલા છે જે કારખાનાઓમાથી કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડતા ખેતીમાં તથા પશુધનને ભારે નુકસા થતુ હોવાનું ગોર ખીજડીયા ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને જો આવનાર સમય પાણી બંધ નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

મોરબી જીપીસીબીના અધિકારીઓ જાણે આંખ આડા હાથ રાખી બેઠ હોય તેવું દ્રશ્ય મોરબીના ગોર ખીજડીયા ગામે નઝર સમક્ષ જોવા મળી રહ્યું છે. મોરબીના ગોર ખીજડીયા ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગોર ખીજડીયા ગામે નદી પર પેપર મીલના કારખાના આવેલા છે જે કારખાનામાંથી કેમીકલ યુક્ત પાણીનો નીકાલ નદીમાં કરવામાં આવી રહ્યો છે જેના લીધે નદીનું પાણી ખરાબ થઈ રહ્યું છે અને પાણી ખેતીમાં કે પશુઓને પીવા માટે ઉપયોગ કરી શકાતું નથી કેમિકલ યુક્ત પાણીના લીધે નદીમા માછલીઓ પણ મરી રહી છે તેમજ લોકોના ખેતર નદીના કાંઠે આવેલ હોવાથી લોકોને રોઝ આ કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થવું પડે છે જેના લીધે કેટલી ચામડીની બીમારી પણ થઈ શકે છે તો આ બધાનો જવાબદાર કોણ કેમ જીપીસીબી દ્વારા પેપર મીલ કારખાનામાં દરોડા પાડવામાં નથી આવી રહ્યા? કેમ કોઈ પગલા લઈ કેમિકલ યુક્ત પાણી છોડનાર કારખાનાઓ પર કાર્યવાહી કરવામાં નથી આવતી કોની રહેમ હેઠળ આ બધું ચાધી રહ્યું છે વગેરે પ્રશ્નો મોરબી જીપીસીબી પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે જો આવનાર દિવસોમાં નદીમાં કેમિકલ યુક્ત પાણી આમ જ છોડવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી જીપીસીબી કચેરી ખાતે હલ્લાબોલ કરવાની ગોર ખીજડીયા ગામના ગ્રામજનો દ્વારા ચિમકી ઉચ્ચારી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement