For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આનંદો ચોમાસું ત્રણ દી’ વહેલું, આવતા સપ્તાહે આંદામાનમાં એન્ટ્રી

11:06 AM May 14, 2024 IST | Bhumika
આનંદો ચોમાસું ત્રણ દી’ વહેલું  આવતા સપ્તાહે આંદામાનમાં એન્ટ્રી
Advertisement

તા.1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ અને તા.15 જુલાઈથી દેશભરમાં ચોમાસું બનશે સક્રિય : હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઈકાલથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે પ્રી-મોનસુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગે ખુશનુમા આગાહી કરી આગામી સપ્તાહે ચોમાસુ અંદામાન-નિકોબારના સમુદ્રમાં એન્ટ્રી થઈ જશે નિયત સમય કરતા ચોમાસાની ત્રણ દિવસ વહેલી એન્ટ્રી થશે અને ત્યાર બાદ 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે અને તા. 15 જૂલાઈ આસપાસ સમગ્ર દેશમાં ચોમાસુ સક્રિય થઈ જશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

Advertisement

હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે. IMD અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 19 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં પ્રવેશ કરશે.
આ ઉપરાંત તે જ દિવસે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં પણ પ્રવેશ કરશે. સામાન્ય રીતે દર વર્ષે 22 મેના રોજ ચોમાસું આ ભાગમાં પહોંચે છે, પરંતુ આ વર્ષે તે તેના ત્રણ દિવસ પહેલા પ્રવેશ કરશે.

ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ પહોંચે છે. આ પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. હવામાન વિભાગને અપેક્ષા છે કે આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ થશે.

ભારતીય હવામાન વિભાગે, 15 એપ્રિલે તેની લાંબા ગાળાની આગાહીમાં જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં ચોમાસાનો વરસાદ ઔ 5% ની ભૂલના માર્જિન સાથે 106% રહેવાની ધારણા છે, જે નસ્ત્રસામાન્યથી ઉપરસ્ત્રસ્ત્ર ગણવામાં આવે છે.

IMDએ જણાવ્યું છે કે મેના છેલ્લા સપ્તાહ દરમિયાન અપડેટેડ આગાહી ફરી જારી કરવામાં આવશે, જેમાં ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસાની સ્થિતિ અને આગાહી અંગેની માહિતી અપડેટ કરવામાં આવશે.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પાંચ દિવસ આંધી-તૂફાનની આગાહી
IMD દ્વારા તાજેતરની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ, વીજળી અને તેજ પવન (40-60 કિમી પ્રતિ કલાક) સાથે છૂટાછવાયાથી હળવા અને મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 14 મેના રોજ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં આંધી-તોફાન થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement