For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આનંદનગરમાં દરવાજો ખુલ્લો રાખી પાણી ભરવા જતા મકાનમાંથી 7 તોલા સોનાના દાગીનાની ચોરી

04:25 PM Jan 01, 2024 IST | Sejal barot
આનંદનગરમાં દરવાજો ખુલ્લો રાખી પાણી ભરવા જતા મકાનમાંથી 7 તોલા સોનાના દાગીનાની ચોરી

શહેરના કોઠારિયા રોડ પર આવેલા આનંદનગરમાં રહેતા મહિલા વહેલી સવારે નળ આવતા પાણી ભરવા દરવાજો ખુલ્લો રાખીને ફ્લેટ નીચે ગયા હતા દરમિયાન તસ્કરો મકાનમાંથી સાત તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતા. જો કે, 24 વર્ષ પહેલા કરિયાવરના દાગીના હોવાથી પોલીસે જૂની કિંમત મુજબ રૂા. 42.500ની ચોરીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આનંદ નગર કોલોનીમાં પંચશીલ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. એફ-1-2121માં રહેતા રશીદાબેન તરકતભાઈ જીવાણી (ઉ.વ.43)એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન 24 વર્ષ પહેલા થયા હતા.
લગ્નમાં પિયર પક્ષ તરફથી કરિયાવરમાં સોનાના ત્રણ ચેન (ત્રણ તોલા), પોણા તોલાની કડી, દોઢ તોલાની સોનાની લક્કી, દોઢ તોલાની સોનાની ત્રણ વીટી, બે સોનાના દાણા, મળી સાતેક તોલાના દાગીના અનેચાંદીની લક્કી, ચાંદીની વીટી તેમણે ચેઈન વાળી થેલીમાં મુકી દરવાજા વગરના ભીતના કબાટમાં રાખેલી હતી.
દરમિયાન ગત તા. 14-12ના વહેલી સવારે 3 વાગ્યે કોર્પોરેશનના નળ આવતા તેઓ દરવાજો ખુલ્લો રાખી નીચે પાણી ભરવા ગયા હતા અને પરત આવતા કબાટમાં રાખેલી દાગીનાની થેલી જોવા મળી ન આવતા પતિને ઉઠાડી વાત કરી હતી અને ઘરમેળે તપાસ કરી હતી.
પરંતુ આજ સુધી મળી આવી ન હોય જેથી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દાગીનાની જૂની કિંમત મુજબ રૂા. 42,500ની ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement