For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરથી દીકરીને શોધવા સુરત ગયેલા મામાની ચાર ભાણિયાઓ દ્વારા હત્યા

01:21 PM Apr 11, 2024 IST | Bhumika
ભાવનગરથી દીકરીને શોધવા સુરત ગયેલા મામાની ચાર ભાણિયાઓ દ્વારા હત્યા
  • મામા-ફઈના સંતાનો વચ્ચેના પ્રેમપ્રકરણમાં ભોગ લેવાયો

પુણામાં મામા-ફોઇના સંતાનો વચ્ચેના પ્રેમસંબંધમાં 4 ભાણિયાએ ભાવનગરના નસીતપુર ગામે રહેતા અને દીકરીને શોધવા સુરત આવેલા મામાની હત્યા કરી હતી. ભાવનગરના અન્ય યુવક સાથે મામાએ તેની દીકરીના લગ્ન કરાવી દેતા ફઈનો પુત્ર અગાઉ પિતરાઇ બહેનને ભગાડીને સુરત લઇ આવ્યો હોવાથી ભાવનગરથી બે મામા અને તેનો દીકરો સુરત આવ્યા હતા.

Advertisement

ભાવનગરના નસીતપુર ગામે મનસુખ વાઘેલા (50) પશુપાલન કરતા હતા. તેમના નાનાભાઇ વાઘેલા પણ પશુપાલન જ કરે છે. બાબુભાઇની દીકરી સોનલ અને તેની ફોઇના દીકરા વિશાલ પરમાર વચ્ચે પ્રેમસંબંધ હતો. 20 દિવસ પહેલાં વિશાલ સોનલને ભગાવીને સુરત લાવ્યો હતો. સોનલના પિતા બાબુભાઇ તેણીને પરત લઇ જઇ લગ્ન કરાવી દીધા હતા. 7 દિવસ પહેલાં સોનલ સાસરીમાંથી નાસી છૂટી હતી. સોનલના પતિએ જણાવ્યું હતું કે, તેના પર વિશાલનો ફોન આવ્યો હતો.

આ બાબતની જાણ થતા મનસુખભાઇ તેના નાના ભાઇ બાબુભાઇ અને તેમનો દીકરો વિક્રમ સાથે સોમવારે સુરત આવ્યા હતા. ત્રણેય પુણાના નીલગીરી વિસ્તારમાં રહેતા વિશાલના ઘરે ગયા હતા ત્યાં તેમણે સોનલ ક્યાં છે એમ પૂછતા જ વિશાલ અને તેના ભાઇઓ વનરાજ, મુકેશ ઉર્ફે પ્રકાશ, શૈલેષ ઉર્ફે હાદાએ લોખંડના પાઇપ, સળિયા, લાકડાના ફટકા અને પથ્થર વડે બંને મામા અને તેના દીકરા વિક્રમ પર હુમલો કરી દીધો હતો.

Advertisement

આ હુમલામાં મામા મનસુખભાઇ અને બાબુભાઇને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં મનસુખભાઇને મૃત જાહેર કરાયા હતા, જ્યારે બાબુભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. પુણા પોલીસે હત્યાનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી છે. આમ પ્રેમસંબંધમાં મામાની હત્યા કરવામાં આવતા આ બાબત ભારે ચર્ચાનો વિષય બની છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement