For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કારખાનાના ચોથા માળે દડે રમતો 6 વર્ષનો માસુમ અકસ્માતે નીચે પટકાતા મોત

05:18 PM Dec 04, 2023 IST | Sejal barot
કારખાનાના ચોથા માળે દડે રમતો 6 વર્ષનો માસુમ અકસ્માતે નીચે પટકાતા મોત

મૂળ બિહારના વતની અને હાલ રાવકી ગામે કારખાનામાં કામ કરતા પરિવારનો છ વર્ષનો માસુમ બાળક કારખાનાના ચોથા માળે દડે રમતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું. બે બહેનોના એકના એક ભાઈના મોતથી શ્રમિક પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ બિહારના વતની અને હાલ રાવકી ગામે એનો એન્ટરપ્રાઇઝ ડોર ક્લોઝ નામના કારખાનામાં કામ કરતા પરિવારનો આદર્શ અજયભાઈ પાસવાન નામનો છ વર્ષનો માસુમ બાળક કારખાનાના ચોથા માળે દડે રમતો હતો ત્યારે અકસ્માતે રમતા રમતા નીચે પટકાયો હતો ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગર નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગંદગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકનો પરિવાર મૂળ બિહારનો વતની છે અને મૃતક બાળક બે બહેનોનો એકનો એક નાનો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement