રાજકોટ જિલ્લા જેલમાં પોરબંદરના કેદીનું બેભાન થઈ જતાં મોત નીપજ્યું
04:45 PM Mar 06, 2024 IST | Bhumika
- મોડીરાત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં દમ તોડયો : ફોરેન્સિક પીએમ કરાયું
રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપતા પોરબંદરના પાકા કામના કેદી વૃધ્ધનું બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં મોત નિપજ્યું હતું.જાણવા મળતી વિગત મુજબ મુળ પોરબંદરના વતની અને હાલ રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપી રહેલા પાકા કામના કેદી હેમંતભાઈ લીલાધરભાઈ પંડયા (ઉ.72) નામના વૃધ્ધ ગતરાત્રે બે વાગ્યાના અરસામાં જેલમાં હતાં ત્યારે બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિં તેમને ફરજ પરના તબીબો જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતાં પીએસઆઈ જે.જી.તેરૈયા સહિતના સ્ટાફે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું ફોરેન્સીક પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. તથા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
Advertisement
Advertisement