For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લંગરિયા નાખી પાવર ચોરી કરતા ભાણવડના શખ્સને લીધે વીજકર્મીએ જીવ ગુમાવ્યો

12:13 PM May 13, 2024 IST | Bhumika
લંગરિયા નાખી પાવર ચોરી કરતા ભાણવડના શખ્સને લીધે વીજકર્મીએ જીવ ગુમાવ્યો
Advertisement

ભાણવડ તાલુકાના ભરતપુર ગામે રહેતા એક શખ્સ દ્વારા પાવર ચોરી કરતા વીજ પોલ પર કામ કરી રહેલા કર્મચારીને જોરદાર વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણમાં ભાણવડ પોલીસે આરોપીને ઝડપી લઇ, જેલ હવાલે કરી દીધો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગે પીજીવીસીએલના નાયબ ઇજનેર સંદીપભાઈ પટેલ દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે જીઈબીના કર્મચારી હિતેશભાઈ ભારવાડીયા થોડા દિવસો પૂર્વે ભાણવડ નજીક આવેલા ભરતપુર ફીડરનું એલ.સી. (લાઇન ક્લિયર) અંગેનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આરોપી એવા ભરતપુર ગામના રહીશ જુમા સલેમાનભાઈ હીંગોરા નામના સંધી શખ્સ દ્વારા ભરતપુર ફીડરના ઘર વપરાશના વીજ લાઈનમાં એલ.સી. (લાઈન ક્લિયર પરમીટ)ના કારણે તેની વાડીના રહેણાંક મકાનમાં પાવર કટ થયો હતો.
ત્યારે આરોપી જુમા હિંગોરા દ્વારા તેનાજ વાડીમાં મોખાણા ફીડરનું ખેત વપરાશ માટેનું કનેક્શન હોય, તેમાંથી પાવર ચોરી કરી અને ઘર વપરાશ માટે પાવર લેતા આ પાવર રિટર્ન ભરતપુર ફીડરમાં જતા જી.ઈ.બી.ના કર્મચારી જે વીજ પોલ પર કામ કરી રહ્યા હતા ત્યાં તેમને જોરદાર વિજશોક લાગ્યો હતો. જેથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આમ, આરોપી પોતે જાણતા હોય કે મોખાણા ફીડર કે જે ખેત વપરાશ માટેનું છે, અને તેમાંથી પાવર લેશે તો રિટર્ન પાવર થવાના કારણે જાનહાની થશે અને કોઈનું મૃત્યુ નીપજશે આમ છતાં પણ પાવર ચોરી કરતા હિતેશભાઈ ભારવાડીયાનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસ દ્વારા કલમ 304 મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા વિવિધ પુરાવાઓ એકત્ર કરી અને આરોપીની અટકાયત કર્યા બાદ તેને જામનગર જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો હતો.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે વીજ ચોરી માટે લંગરીયા નાખતા આરોપી જુમા સુલેમાન સામે પીજીવીસીએલ તંત્ર દ્વારા પણ વીજ ચોરી અંગેનો અલગ કેસ કરવામાં આવ્યો છે.
(તસવીર:- કુંજન રાડિયા)

Advertisement
Tags :
Advertisement
Advertisement