For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં બે મિત્રો વચ્ચે સમાધાન બાબતે યુવાનની હત્યાનો પ્રયાસ

11:58 AM Jun 22, 2024 IST | Bhumika
રાજકોટમાં બે મિત્રો વચ્ચે સમાધાન બાબતે યુવાનની હત્યાનો પ્રયાસ
oplus_32
Advertisement

હપ્તેથી ખરીદેલા મોબાઈલ ફોન બાબતે ચાલતા ઝગડામાં સમાધાનની વાત કરનાર યુવાનને છરીના ઘા ઝીંકયા

રાજકોટના રામનાથપરામાં મુસ્લિમ યુવાન ઉપર તેના જ બે મિત્રોએ છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હપ્તેથી ખરીદેલા મોબાઈલ બાબતે મિત્રો વચ્ચે ચાલતી માથાકુટમાં સમાધાનની વાત કરનાર યુવાનને છરીના ઘા ઝીંકી દેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

મળતી વિગતો મુજબ આ બાબતે નાળોદા સોસાયટી બાલાજી પાન સામે પપ્પુભાઈ ભરવાડના મકાનમાં ભાડેથી રહેતા નસીમબેન ઈરફાનભાઈ કારવા (ઉ.37)એ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે જંગલેશ્ર્વરના સાગર ગૌસ્વામી અને દિનેશ ઉર્ફે બાબરી હકાભાઈ લીંબડીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નસીમબેનના પતિ ઉપર આ બન્ને શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલા અંગેનું કારણ જણાવ્યા મુજબ ઈજાગ્રસ્ત ઈરફાન કારવાના મિત્ર હિતેશ આહીરના નામે થોડા સમય પહેલા હિતો ઉર્ફે ખેંગારને મોબાઈલ ફોન હપ્તેથી ખરીદી આપ્યો હતો અને હિતેશ ઉર્ફે ખેંગા સાથે મોબાઈલ ફોનના હપ્તા ભરવા બાબતે હિતેશ આહીરને બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. ત્યારે ઈરફાન વચ્ચે પડયો હતો અને ત્રણ દિવસ પહેલા પણ હપ્તેથી ફોન લેવા બાબતે ઈરફાન સાથે સાગર ગૌસ્વામીએ ઝઘડો કર્યો હતો.

ગઈકાલે રાત્રે ઈરફાન અને તેના મિત્રો રામનાથપરામાં નાસ્તો કરવા જતાં હતાં ત્યારે સાગર અને દિનેશ ઉર્ફે બાબરી અને હિતો ઉર્ફે ખેંગાર ત્યાં ઉભા હતાં. ઈરફાને અને તેના મિત્રોએ હિતા ખેંગાર અને સાગર તથા દિનેશને બોલાવી મોબાઈલના હપ્તા બાબતે જે ઝઘડો ચાલતો હોય તેમાં સમાધાન કરી લેવાની વાત કરી હતી. જો કે આ સમાધાનની વાતને લઈને ઝઘડો થતાં સાગર અને દિનેશે સાથે મળી ઈરફાન ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો અને તેના ઉપર હુમલો કરી ભાગી ગયા હતાં. આ બનાવમાં ઈજાગ્રસ્ત ઈરફાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસે ઈરફાનની પત્ની નસીમબેનની ફરિયાદના આધારે હત્યાની કોશીષનો ગુનો નોંધ્યો છે. ઈજાગ્રસ્ત ઈરફાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement