For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની માહિતીથી અફરાતફરી

03:57 PM May 16, 2024 IST | Bhumika
દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની માહિતીથી અફરાતફરી
Advertisement

દોઢ કલાક સુધી ચેકિંગ બાદ ફ્લાઇટ રવાના કરાઇ, 180 મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી

તાજેતરમાં લોકસભાની ચૂંટણી સમયે જ દિલ્હી અને અમદાવાદની શાળાઓમાં તેમજ જયપુર સહિત દેશના એક ડઝન એરપોર્ટ ઉપર બોંબ મુકાયાના ઇમેઇલ કરી એજન્સીઓને ધંધે લગાડ્યા બાદ ગતરાત્રે દિલ્હીથી વડોદરા આવી રહેલી ફલાઇટમાં બોમ્બ હોવાની અફવાના પગલે બોંબ સ્કવોડ, સીઆઇએસએફ સહિતની એજન્સીઓ ધંધે લાગી હતી અને દિલ્હી એરપોર્ટ ઉપર વડોદરાની 180 મુસાફરો સાથેની ફલાઇટ દૂર અટકાયત લગભગ દોઢેક કલાક સુધી ચેકિંગ કરાયું હતું પરંતુ કંઇ નહીં મળતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. આ ઘટનામાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

Advertisement

દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બ હોવાની માહિતીથી તંત્ર એલર્ટ થયું હતું. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819 માં બોમ્બ હોવાની માહિતી મળતા એન એસ જી કમાન્ડો, સીઆઈએસએફ, તેમજ સ્થાનીક પોલીસ બોમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતું. એક યાત્રીના જણાવ્યા અનુસાર 10 કિલોમીટર દૂર ફ્લાઈટને ગ્રાઉન્ડ પર રોકવામાં આવી. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મુસાફરે મોકલેલ વિડીઓ પણ વાયરલ થયો છે.

અઈં-819ના યાત્રીઓને પ્રથમ દોઢ કલાક ફ્લાઈટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. ફ્લાઈટમાં બોમ્બની અફવાને કારણે દિલ્હી એરપોર્ટ પર જ ફ્લાઇટને રોકવામાંઆવી હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાથી 180 મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત સુધી ચેકીંગ કર્યા બાદ બોમ્બના મળતા તંત્ર અને યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. મળી રહેલી માહિતિ અનુસાર અઈં-819 ફ્લાઈટમાં 180 યાત્રી વડોદરા આવવા નીકળ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement