For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં પગરખાં પ્રકરણમાં એક આરોપીની ધરપકડ કરાઈ

11:26 AM Nov 27, 2023 IST | Sejal barot
મોરબીમાં પગરખાં પ્રકરણમાં એક આરોપીની ધરપકડ કરાઈ

મોરબીની રવાપર ચોકડીએ મારામારી અને એટ્રોસિટી કેસમાં પાંચ આરોપીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે આગોતરા જામીન અરજી સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે રદ કરવામાં આવી હતી જે બાદ મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે
મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુ.જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો જે બનાવ મામલે પોલીસ મથકમાં પાંચ આરોપીના નામજોગ તેમજ સાત અજાણ્યા સહિતના 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જે ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી ડી રબારી એમ પાંચ આરોપીએ કોર્ટમાં આગોતરા જમીન અરજી રદ કરી હતી જે આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી હતી મોરબી સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટના સ્પેશ્યલ જજ વી એ બુદ્ધે આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરી હતી જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવતા ડી ડી રબારી નામના આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement