For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા નજીક પિકઅપ વાનની અડફેડે ચડેલી 8 વર્ષની બાળાનું મોત

11:40 AM May 10, 2024 IST | Bhumika
દ્વારકા નજીક પિકઅપ વાનની અડફેડે ચડેલી 8 વર્ષની બાળાનું મોત
Advertisement

દ્વારકા - પોરબંદર હાઈવે પર કુરંગા ગામ પાસે આવેલી એક ખાનગી કંપની નજીકના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રહીશ રામીબેન અનિલભાઈ સોમાભાઈ પરમારની આઠ વર્ષની પુત્રી આશા તેણીના માતા તથા મામા-મામી સાથે દ્વારકાથી આશરે 22 કિલોમીટર દૂર ઓખામઢી ગામ પાસેના હાઈવે માર્ગ પર સાથે ઉભા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 37 ટી. 6142 નંબરના એક છોટાહાથી જેવા પીકઅપ વાનના ચાલકે આઠ વર્ષીય આશાબેન પરમારને અડફેટે લીધી હતી. જેના કારણે તેણીને ગંભીર ઈજાઓ થતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતક આશા પરમારના માતા રામીબેન અનિલભાઈ પરમારની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે પીકઅપ વાનના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટરની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement