For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં વોટર સ્લાઇડના દોરડામાં પગ ફસાઇ જતા 11 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત

01:44 PM Jan 15, 2024 IST | Bhumika
જૂનાગઢમાં વોટર સ્લાઇડના દોરડામાં પગ ફસાઇ જતા 11 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત

માણાવદરના બાપોદર ગામની શાળાના પ્રવાસ દરમિયાન સૂરજ ફનવર્લ્ડ વોટર પાર્કમાં દુર્ઘટના સર્જાઇ, પરિવારની તપાસની માંગ

Advertisement

ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઘણી શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. આ દરમિયાન જૂનાગઢના માણાવદરના બાપોદર ગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ માટે જૂનાગઢ આવ્યા હતા. પ્રવાસમાં છેલ્લે સૂરજ ફનવર્લ્ડની મુલાકાતે બાળકોને લઇ જવાયા હતા. જ્યાં વોટર સ્લાઇડના દોરડામાં એક વિદ્યાર્થીનીનો પગ ફસાયા બાદ તે 10 ફૂટ ઉપર ગઇ હતી જ્યાં લોખંડમાં તે ભટકાઇને જમીન પર પટકાતાં તેનું મોત નિપજ્યું હતું.
પોરબંદરથી જૂનાગઢ પ્રવાસમાં આવેલી એક વિદ્યાર્થિનીનું ફનવર્લ્ડમાં આકસ્મિક મોત નિપજતા ચકચાર મચી છે. શાળાના વિદ્યાર્થીઓ સૂરજ ફન વર્લ્ડમાં વિવિધ રાઈડની મજા માણી રહ્યા હતા ત્યારે જ એક વિદ્યાર્થિની વોટર રાઈડ નજીક હતી ત્યારે તેના પગમાં ટ્યુબ લઈ જવાની દોરી ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો. 11 વર્ષીય વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. શાળાના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થતા તેમના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. પરિવારજનોએ આ મામલે યોગ્ય તપાસની માગ કરી છે. તો બીજી તરફ પોલીસે પણ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement