‘બચ્ચા તેરા કલ્યાણ હોગા’, કહી સાધુ વેશમાં આવેલા ગઠિયાએ લાઠીના યુવાનની વીંટી તફડાવી
લાઠી તાલુકાના કરકોલીયામા રહેતો એક યુવક બાઇક લઇને ખાખરીયા ગામ તરફ જઇ રહ્યો હતો ત્યારે ગળકોટડી પાસે એક કાર રસ્તામા ઉભી રહી હતી અને કારમા બેઠેલા સાધુએ શિવ મંદિર કયાં છે ? કહી વાતચીત શરૂૂ કરી હતી અને બાદમા યુવકને તમારૂૂ દુખ દુર થઇ જશે કહી સોનાની વિંટી લઇ નાસી છુટતા આ બારામા યુવકે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.મામૈયાભાઇ વરૂૂ (ઉ.વ.48) નામના યુવકે બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ તારીખ 31/10ના રોજ બપોરે બે વાગ્યાના સુમારે કરકોલીયાથી બાઇક લઇને ખાખરીયા વેવાઇના ઘરે જઇ રહ્યાં હતા.
તેઓ ગળકોટડી નજીક પહોંચ્યા ત્યારે રસ્તામા એક કાર ઉભી રહી હતી. કારમા એક સાધુ બેઠા હતા અને કયાંય શિવ મંદિર છે તેમ પુછયુ હતુ. બાદમા ચાલકે કહેલ કે ગીરનારી સાધુ છે જેથી તેમને નમસ્કાર કર્યા હતા.સાધુએ કહેલ કે બચ્ચા તેરા કલ્યાણ હોગા. ચાલકે કહેલ કે આ સાધુ થાન બાજુના નેનુનાથ ગીરનારી સાધુ છે જેના દર્શન કરવા તે એક લ્હાવો છે. સાધુને 10 રૂૂપિયા આપતા તેણે રૂૂદ્રાક્ષનો પારો આપ્યો હતો. બાદમા મોબાઇલ માંગ્યો હતો અને તેના પર રૂૂદ્રાક્ષના પારા જેવી વસ્તુ ફેરવીને પરત આપી દીધો હતો. બાદમા સાધુએ હાથમા પહેરેલ સોનાની વિંટી માંગી હતી જેની કિમત રૂૂપિયા 58 હજાર હતી. જેથી તેમને આપતા ચાલકે ગાડી ભગાવી મુકી હતી.
પોલીસે નેનુનાથ ઉર્ફે મુનાભાઇ જવેરનાથ સોલંકી અને સુરજનાથ ઝવેરનાથ સોલંકી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.