ચલાલામાં મિલકત વિવાદમાં યુવાનની પાઇપ ઝીંકી હત્યા
અમરેલી જિલ્લાના ચલાલામાં મિલકત વિવાદમાં સમાધાન માટે ગયેલા યુવકની હત્યા થઈ છે. નિકુંજભાઈ જયસુખભાઈ મોણપરા (ઉંમર 35) તેમના મિત્ર લાલભાઈ ધીરુભાઈ હિરપરા સાથે સાવરકુંડલા ગયા હતા. લાલભાઈ અને તેમના ભાઈ ભાવેશભાઈ વચ્ચે મિલકત વિવાદ ચાલતો હતો. નિકુંજભાઈ સમાધાન માટે ગયા હતા. આ વાત ભાવેશભાઇને સારી ન લાગતા તેમણે ફોન પર ગાળો આપી અને ધમકી આપી હતી .
ત્યારબાદ ચલાલા પહોંચીને ભાવેશભાઈએ લોખંડના પાઇપ વડે નિકુંજભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો. ગંભીર હેમરેજ થવાથી મગજને નુકસાન થયું હતું. નિકુંજભાઈને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 24 કલાક સુધી તેઓ મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાતા રહ્યા.
સારવાર દરમિયાન નિકુંજભાઈનું મોત થતાં મામલો હત્યામાં પલટાયો છે.પોલીસે આરોપી ભાવેશભાઈની ધરપકડ કરી લીધી છે. ચલાલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂૂ કરી છે. ધારી અજઙ જયવીર ગઢવીના જણાવ્યા મુજબ, આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને હત્યાના વધુ પુરાવા એકત્ર કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.