ધારીના ગોવિંદપુર ગામે કૂવામાં કેબલમાં ફસાઈ જતાં યુવકનું મોત
ધારીના ગોવિંદપુર ગામે મીત્રો સાથે કુવામાં ન્હાવા પડેલા એક્ યુવાનનુ ઇલેકટ્રીક મોટરની લાઇન ના કેબલમા ફસાઈ જતા પાણીમા ડુબી જવાથી મોત નીપજેલ હતું.
અમરેલી જિલ્લાના ઘારી તાલુકાના ગોવિંદપુર ગામે નવનીતભાઈ જીવરાજભાઈ સોજીત્રાની વાડીએ આવેલ કુવામાં ગુલસીંહ, તેમના પુત્ર રીતેશ, તેમના મિત્રો લોકેશ, લલ્લુભાઈ અને ભાઈદાસભાઈ એકસાથે ન્હાવા માટે ગયા હતા. ન્હાતા-ન્હાતા રીતેશ કુવાની પાળ ઉપરથી કુવાના પાણીમાં ધુબાકા મારતો હતો. આ દરમિયાન કુવાની અંદર રહેલ ઇલેકટ્રીક મોટરની લાઇનના કેબલની અંદર ફસાઈ જતા રીતેશ ડૂબી ગયો જતાં મોત થયાં નું ધારી પોલીસમા જાહેર થયેલ હતું.
અન્ય એક બનાવમાં સાવરકુંડલાના કે.કે. હાઇસ્કુલ ચોકડીએ ગઈકાલે સાંજે એક. બાઈક ચાલક ને એક કાર ચાલકે હડફેટે લઈ મોત નીપજાવી નાશી છૂટ્યા ની ઘટના પોલીસ દફતરે નોંધાયેલ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, કનુભાઈ અરજણભાઈ કાનાણી ઉ.49 ગઈ કાલે મોટરસાયકલ લઈને જુના ખોડી ગામ જવાના રસ્તે આવેલ વાડીએ જઈ રહ્યા હતા. તે દરમિયાન કે.કે. હાઇસ્કુલ ચોકડીએ પહોંચતા એસ.વી.દોશી હાઇસ્કુલ તરફથી એક કાર નં.GA-06-F-1460 ના ચાલકે કનુભાઈ સાથે અથડાવી દીધી હતી. આ અથડામણમાં કનુભાઈને શરીર ઉપર નાની-મોટી ઇજા તેમજ માથા ઉપર ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું આ અંગે મૃતકના ભાઈ દિલીપભાઈ કાનાણીએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાથી સાવરકુંડલામાં ચકચાર મચી જવા પામી છે.