રાજુલામાં દીકરીની છેડતી કરતા તત્ત્વોને ટપારતા મહિલાને વાળ પકડીને ફટકારી
અમરેલીના રાજુલામાં મહિલાની છેડતીનો મામલો સામે આવ્યો છે. મહિલાની દીકરીને ઈશારા કરતા યુવકને ઠપકો આપતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન યુવકે મહિલાને માર મારીને તેના કપડા ફાડી નાંખ્યા હતાં. તેણે મહિલાને બિભત્સ ગાળો બોલીને ઢસડી હતી. મહિલાના વાળ પકડીને માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનામાં બે લોકો સામે ગુનો નોંધાયો છે.
જયારે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના રાજુલામાં ઘાંચી વાડામાં એક મહિલાની દીકરીને એક શખ્સ ઈશારા કરતો હતો. આ દરમિયાન મહિલાએ યુવકને ઠપકો આપતા આ યુવક ઉશ્કેરાયો હતો અને મહિલાને બિભત્સ ગાળો બોલવા માંડ્યો હતો. તેણે મહિલાના વાળ પકડીને માર માર્યો હતો અને મહિલાના કપડાં પણ ફાડી નાંખ્યા હતાં. તેણે મહિલાને ઢસડી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. મહિલાની ફરિયાદના આધારે સલીમ ચોકીયા અને ઈસમાં ચોકીયા સામે ગુનો નોંધાયો છે. મહિલાને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવી છે.
હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દોડી આવ્યા સમગ્ર ઘટનાની જાણ થતાં જ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દોડી આવ્યા હતાં. આરોપી સલીમ ચોકીયા અને ઇસમાંબેન ચોકીયા સામે મહિલાએ આબરુ લેવા અને માર મારી ઢસડવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો હતો. ઈજાગ્રસ્ત મહિલાને રાજુલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવી હતી. જ્યાં લોકો એકઠા થઈ ગયા હતાં. પોલીસે બંને આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે.