જાફરાબાદના લોઠપુરમાં પવનચક્કીના ટાવર ઉપરથી પટકાતાં બે મજૂરોનાં મોત
જાફરાબાદના લોઠપુર ગામ નજીક વાડી વિસ્તારમાં પવનચક્કીની નાખવા માટે અહીં પવનની ગતિ જોવા માટે ટાવર ઉભો કરવામાં આવ્યો હતો. આ ટાવર ઉપર કર્ણાટકના બે મજૂરો ચડ્યા હતા. આ મજૂરો કોઈ કારણોસર નીચે પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બન્ને મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
જાફરાબાદના લોઠપુરમાં પવનચક્કીના ટાવર ઉપર બે મજૂરો ચડ્યા હતા. જેઓ નીચે પટકાતાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સ્થાનિક ખેડૂતો અને આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે, તેઓને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે બંને મજૂરોના મોત થયા હતા. કર્ણાટકના કલાપા માલગુડા પાટીલ ઉ.43, શિવગુડા બસા ગુડા પાટીલ ઉ.28 નામના બંનેના મોત થયા છે.
ઘટનાની જાણ થતાં જાફરાબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ટાવરમાં કેટલા માણસો કામ કરતા હતા. બેદરકારી હતી કે કેમ? સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ લાશને જાફરાબાદ હોસ્પિટલમાં પી.એમ.માટે ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.