ખાખીને કલંકિત કરતી બે ઘટના: પોલીસ કર્મીનું બાબરામાં સગીરા પર અને અમરેલીમાં યુવતી પર દુષ્કર્મ
ગુજરાતની ખાખી પોલીસ શાંતિ, સુરક્ષા અને સેવા માટે ઓળખાય છે, પરંતુ અમરેલી જિલ્લામાં પોલીસની ખાખીને કલંકિત કરતી ચકચારભરી ઘટના સામે આવી છે. બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ સગીરાએ અપહરણ, પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ સગીરાએ આરોપ લગાવ્યો છે કે, છેલ્લા 4 મહિનાથી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ તેના પર શારીરિક અડપલાં કરીને શારીરિક સંબંધ બાંધતો હતો. આ ગંભીર આક્ષેપોને પગલે બાબરા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ગુન્હો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.
અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં 30 વર્ષની મહિલા સાથે પોલીસ કર્મચારીએ દુષ્કર્મ થયાની ફરીયાદ નોંધાવી છે જેમાં હેડક્વાટરમાં ફરજ બજાવતા મહેશ સોલંકી નામના પોલીસ કર્મચારીએ લગ્નની લાલચ આપી અવાર નવાર શરીર સબંધ બાંધતો હતો. બળજબરીપૂર્વક શરીર સબંધ બાંધતો હોવાની પોલીસ કર્મચારી મહેશ સોલંકી સામે બળાત્કારની ફરિયાદ આપવામાં આવતા વધુ એક બળાત્કારનો ગુન્હો નોંધાયો છે અને બાબરા ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિરાજસિંહ ચૌહાણ અને અમરેલી પોલીસ કર્મચારી મહેશ સોલંકી બંને આરોપી પોલીસ પકડથી દૂર છે.
આ ઘટનાની ગંભીરતા સમજતા અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે આ કેસની તપાસ માટે મહિલા પીએસઆઈને નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીને પકડવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે.