For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માળિયા મિયાણા પાસે ડમ્પરે બાઇકને ઠોકર મારતા બે યુવતીનાં મોત

12:00 PM Dec 15, 2023 IST | Sejal barot
માળિયા મિયાણા પાસે ડમ્પરે બાઇકને ઠોકર મારતા બે યુવતીનાં મોત

મોરબી માળિયા પાસે અને મોરબીના દલવાડી સર્કલ પાસે આજે બે મોટર સાયકલને જુદા જુદા બે ડમ્પર ચાલકે અડફેટેલેતા મંગેતરની નજર સામે ભાવિપત્ની, અને સાળીના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક અકસ્માતમાં એક યુવતીનું મોત નિપજ્યું હતું. અને એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર, માળીયા મી.માં કાજરડા, અમરનગર શેરીમાં રહેતા અકબરભાઇ ગફુરભાઇ માણેક ગત તા.12/12/2023 ના સાંજના સમયે પોતાની મંગેતર મુસ્કાન બેન મુલા તથા સાળી જશીબેન મુલા સાથે માળીયા મી. કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામ
પાસેથી પોતાની જી.જે.-03-એફ.જે-2369 નંબરની સ્પેલ્ડર પ્લસ મોટરસાઈકલ પર પસાર થઇ રહ્યા હતા. ત્યારે જી.જે.-12-બીઝેડ-9164
નંબરનાં ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચાલાવી આગળ જતા ફરિયાદીના સ્પેલ્ડર પ્લસ મોટરસાઈકલમા પાછળથી ભડકાડતા મોટરસાઈકલ નીચે પડી જતા ફરિયાદી અકબરભાઇને જમણા હાથમા તથા જમણી હાસણીના ભાગે મુઢ ઇજા પહોંચી હતી. તેમજ પાછળ બેઠેલ મુસ્કાનને માથાના ભાગે ટાયર ફેરવી દેતા ખોપરી ફાટી જતા તથા જશીબેનને માથામા પાછળના ભાગે ગંભીર ઇજા પહોચાડતા તે બંન્નેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement