બગસરા પંથકમાં અઢી ઈંચ વરસાદ: મુંજીયાસર ડેમ થયો છલોછલ
11:14 AM Oct 15, 2024 IST
|
admin
Advertisement
ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ઊભા પાકને નુક્સાની
Advertisement
બગસરાપંથકમાં મેઘમહેર ધીમીધારે અઢી ઈંચ વરસાદ પડ્યો સાંજના ચારથી 8:30 સુધીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે બગસરા ના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા તથા ગ્રામ્ય વિસ્તારમાં મોટા મુંજીયાસર નાના મુંજીયાસર રફાળા લુંગીયા ઝાંઝરીયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
તેમજ મુંજીયાસર ડેમમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હોવાને કારણે 98% જેવો ડેમ ભરાઈ ગયો છે. અને હજુ પાણીની આવક ચાલુ છે મુંજીયાસર ડેમ ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે ખેડૂતોમાં ખેતરોમાં નુકસાની જોવા મળી રહી છે અમુક ઉભા પાકને ભારે નુકસાની થઈ હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળેલ છે જેવો વરસાદ પડતા વરસાદ પડતા સમગ્ર બગસરા પંથકમાં ઠંડક પ્રસરી હતી.
Next Article
Advertisement