For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલી એરપોર્ટ ઉપર ટ્રેનિંગ સેન્ટરનું વિમાન રન-વે પરથી લપસ્યું

11:38 AM Sep 29, 2025 IST | Bhumika
અમરેલી એરપોર્ટ ઉપર ટ્રેનિંગ સેન્ટરનું વિમાન રન વે પરથી લપસ્યું

અમરેલી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન લેન્ડિંગ દરમિયાન વરસાદી માહોલમા રનવે પરથી નીચે ઉતરી ગયું હતું.પાઇલોટ (ટ્રેનિંગ સ્ટુડન્ટ)નો આબાદ બચાવ થયો છે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચકચાર મચી જવા પામ્યો છે.

Advertisement

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે પ્લેનને સામાન્ય નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે.મળતી માહિતી મુજબ, ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બપોરના સમયે બની હતી. પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું આ મીની પ્લેન રનવે પર લેન્ડિંગ કરી રહ્યું હતું. ત્યારે પ્લેનની લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન કોઈક કારણોસર એરક્રાફ્ટ રનવે પર સીધું રહેવાના બદલે તેની નીચેની સાઈડમાં ત્રાંસુ થઈને સરકી ગયું હતું. એરક્રાફ્ટ નિયંત્રણ બહાર જઈને રનવેની નજીક જમીન પર સરકવા લાગતા ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આખરે, અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, એરક્રાફ્ટને નુકસાન થયું છે, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આ એક તાલીમી ફ્લાઇટ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમરેલીમાં એકવાર મીની પ્લેન ક્રેશ થવાની ઘટના ઘટી ચૂકી છે, જેના કારણે આ તાજી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઊભા કર્યા છે. કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને એરપોર્ટ સ્ટાફે હાશકારો અનુભવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement