આંબરડી ગીર સફાઈ પાર્કમાં પ્રવાસીઓએ સિંહ યુગલની મસ્તી નજીકથી નિહાળી
ગુજરાત મિરર, કેશોદ,તા.28- અમરેલી જિલ્લાના ધારીમાં આવેલ આંબરડી ગીર સફારી પાર્ક માં પ્રવાસીઓ એ બસ માં જંગલ સફારી દરમ્યાન સાવ નજીકથી સિંહ યુગલ ને મસ્તી કરતા નીહાળી પ્રકૃતિ ની સુંદરતા નીહાળી. ત્યારે પરિવાર સાથે લોકો એ અલભ્ય લ્હાવો લીધો હતો.અહીં વન્યજીવને વિચરતા જોવાની મજા સાથે પાર્ક માં આવેલ ચિલ્ડ્રન પાર્કની પણ બાળકોએ મજા માણી હતી. ઉપરાંત પાર્કે માં વિશાળ સિંહ પરિવાર સાથેના સ્ટેચ્યુ તેમજ સેલ્ફી પોઇન્ટ અને જંગલ લાઈફની ઈન્ટરપ્રિટેશન સેન્ટર અને ડીજીટલ ડોક્યુમેન્ટ્રી શો પ્રવાસીઓ નિહાળી શકે તે માટે ખુબ સુંદર મજા ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ સિંહ ના સંરક્ષણ માટે અહીં 24 કલાક સી સી ટી વી કેમેરા થી સુસજજ હોઈ છે. તેમજ એનિમલ કેર સેન્ટર ,તેમજ જંગલ માં વન્ય જીવ માટે પાણીની સુવ્યવસ્થા કરવામાં આવેલ છે. ત્યારે જંગલ સફારી માં આવેલ પ્રવાસીઓ એ પોતાનો અનુભવ શેર કર્યો હતો. (તસવીર:પ્રકાશ દવે કેશોદ)