અમરેલીમાં પાઇલટ ટ્રેનિંગ સેન્ટરનો રનવે ખોદી નાખવા ચિમકી
રહેણાંક વિસ્તારથી અન્યત્ર ખસેડવાની માંગ સાથે પ્રતીક ધરણા શરૂ, આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ
અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ અમરેલી શહેરમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે. અમરેલી શહેરમા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂૂટ ચેન્જ કરવાની પ્રબળ માંગ ઉઠી છે. અમરેલી શહેરમા સમર્પિત સમિતિ દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ઉડતા બંધ કરાવવા માંગ ઉઠી છે. પ્લેનના કારણે મોટું જોખમ હોવાથી અન્યત્ર ખસેડવા માટેની માંગ કરવામાં આવી રહી છે. અમરેલી શહેરમાં રાજકમલ ચોકમાં પ્રતીક ઉપવાસ શરૂૂ કર્યા છે. સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પ્રતીક ઉપવાસ કરી રહ્યા છે. વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર સુધી રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહી મળતા મામલો વધુ ઉગ્ર બની શકે છે.
અમરેલી નગરપાલિકા સદસ્ય સુરેશ શેખવાએ જણાવ્યું શહેરમાં ટ્રેનિંગ પાયલોટ સેન્ટર ચાલે છે, તેની માનવ વસાહત વચ્ચે ટેકઓફ અને લેંડિંગ કરવામાં આવે છે, તે બાબતમાં સ્કૂલ કોલજો દવાખાના સૌથી વધુ શીતલ રોડ પર આવેલી છે. આ બાબતે અમે પ્રતીક ઉપવાસ પર બેઠા છે. આનો રૂૂટ ચેન્જ નહિ કરવામાં આવે, તો આનો માનવ વસાહતથી દૂર કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન બાબતમાં કદાચ એરપોર્ટને પણ ઘેરવામાં આવશે. રનવે ખોદી નાખવામાં આવશે ત્યાં સુધીની અમારી તૈયારીઓ છે. લોકોનો ખૂબ રોષ છે ચૂંટાયેલા વ્યક્તિઓ જેમ નગરપાલિકા સદસ્યો, ધારાસભ્યો, સંસદ સભ્ય પણ આવે તેવા લોકોએ રસ લઈ આ બાબતમાં અમરેલી શહેર ઉપરથી ટેકઓફ રૂૂટ ચેન્જ કરવામાં આવે, માનવ વસાહતથી દૂર લઈ જવામાં આવે તેવી અમારી નાની એવી ટૂંકી માંગણી છે.
અમરેલી શહેરના સ્થાનિક અજય અગ્રવાતે કહ્યું અમરેલીમાં 8થી 10 મહિનાથી પાઇલોટ ટ્રેનિંગ કંપની 2 સેન્ટર ચાલે છે, તો તેના પ્લેન આખો દિવસ રાત અમરેલી શહેર ઉપર ઉડી રહી છે. લગભગ 4 મહિના પહેલા ભક્તિનગર આગળ એક પ્લેન ક્રેઝ થયું હતું. જેમાં 1 ટ્રેઈની પાયલોટનું મોત થયું હતું. બીજા બધાના ઘર ઉપર પડતા પડતા બચી ગયુ હતું. અમે લગભગ 17-12-2024થી અમરેલીના કલેક્ટર, એસપી, રાજકીય આગેવાનોને રજૂઆત માટે અરજી આપી છે, તેનું કોઈ પરિણામ આવતું નથી. અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની ગઈ છે. શહેરીજનોમાં ખૂબ જ ભય છે, તેના કારણે આ પગલું ભર્યું છે.
અમરેલી શહેરી વિસ્તારમાંથી દોડતા પ્લેન બંધ કરો, શહેરી વિસ્તાર ઉપર ન ઉડે બહાર ઉડે માનવ વસાહત ઉપર ન ઉડે. જો અહીં દુર્ઘટના બની તો જવાબદારી કોણ લેશે? અમરેલીના લોકો બધાને પૂછી રહ્યા છે. આજે અમારા પ્રતીક ઘરણા છે, ગાંધીચિંઘ્યા માર્ગે આંદોલન કરતા રહીશું.