સંવિધાનની રક્ષા કરે ઇ સિપાહી, પાર્ટીના ઇશારે નાચે ઇ પટાવાળા: પરેશ ધાનાણી
કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈને વિવાદ વધી રહ્યો છે, ક્યાંક મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક સમર્થન થઈ રહ્યું છે. હવે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક આક્રમક પોસ્ટ કરીને રાજ્યમાં વ્યાપી રહેલા ડ્રગ્સ માફિયા, વ્યાજખોરી અને મિલકત માફિયાઓના સિંડિકેટ સામે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યાં છે.
પરેશ ધાનાણીએ પોતાની પોસ્ટની શરૂૂઆત જ પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ જેવા તીખા શબ્દોથી કરી છે. તેમણે રાજ્યના યુવાનોને દારૂૂ અને ડ્રગ્સના બંધાણી બનાવવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું હોવાનો સીધો આરોપ લગાવ્યો છે. ધાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સંવિધાનની રક્ષા કરે ઈ સિપાહી, પાર્ટીના ઈશારે નાચે ઈ પટાવાળા.
તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો કે, મારુ ગુજરાત સંવિધાનના રક્ષકોને કાયમી સલામ કરશે અને પાર્ટીના ઈશારે નાચનારા સૌના જરુરથી પટ્ટા ઉતારશે ! ધાનાણીની આ પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે. આ મામલે હવે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે.