વડિયા ગામમાં રખડતા શ્ર્વાનનો આતંક, 16 લોકોને બચકાં ભર્યાં
એક પોલીસ કર્મચારી પણ ઝપટે ચડયો
અમરેલીના વડિયામાં એક શ્વાને લોકોને ભટમાં જીવવા મજબૂર કરૂૂ દીધા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમરેલીના વડીયામાં આ શ્વાને 16 જણાને બચકા ભરીને સિકાર બનાવ્યા હતા. જેને પગલે આ વિસ્તારના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. બચકા ભરતા આ શ્વાને એક પોલીસકર્મીને પણ છોડ્યો ન હતો. આ શ્વાનને પકડવામાં પણ બિલાડીને ગળે ઘંટ બાંધવા કોણ જાય તેવો ઘાટ સર્જાયો છે.
તેમછત્તા ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકોએ હિંમત એકઠી કરીને આ શ્વાનને પકડવાના અભિયાનમાં જોડાયા હતા. બીજીતરફ આ શ્વાનથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને વડીયાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસી ન હોવાથી સામાન્ય રસી આપવામાં આવી છે. જે પણ તંત્રની એક કરૂૂણતા ગણાય.
હડકવાની રસી ન હોવાથી ઈજાગ્રસ્તોને રસી માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં પણ હડકવાની રસી ન હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નતી.જિલ્લામાં હડકવાની રસી ન હોવાથી લોકોને રસી મુકાવવા માટે અન્ય ઠેકાણે દોડવુ પડે છે. જેને પગલે સ્તાનિકોમાં ભારે રોષ ફેલાયેલો છે અને લોકોએ તાલુકા વાઇઝ હડકવાની રસી ઉપલબ્ધ હોય તેવી માંગણી કરી છે.