For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલી લેટરકાંડનું ભૂત ફરી ધૂણ્યું, પાયલ ગોટીની પૂછપરછ

11:42 AM May 17, 2025 IST | Bhumika
અમરેલી લેટરકાંડનું ભૂત ફરી ધૂણ્યું  પાયલ ગોટીની પૂછપરછ

લેટર તમે ટાઈપ કર્યો ? કોના કહેવાથી ? જૂના સવાલો દોહરાવાયા

Advertisement

અમરેલીના ચર્ચિત નકલી લેટર કાંડ મામલે પીડિતા પાયલ ગોટીને ફરી એક વખત પાયલ ગોટીને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. ત્યારે પાયલ ગોટી અમરેલી સાયબર પોલીસ મથકે પહોંચ્યા હતા.

મળતી માહિતી અનુસાર નકલી લેટર કાંડમાં જેલવાસ ભોગવી ચૂકેલી પાયલ ગોટીને ફરી સાયબર પોલીસે સમન્સ પાઠવ્યુ હતું જેને લઈને ગત બપોરે 12 વાગ્યે પાઠવેલા સમન્સ બાદ પાયલ ગોટી અમરેલીના સાયબર પોલીસ મથકે પાયલ ગોટી માતા-પિતા સાથે પહોંચી હતી.

Advertisement

સાયબર પોલીસ દ્વારા લેટર કાંડના આરોપી પીડિતા પાયલ ગોટીને સાક્ષી બનાવવાની અટકળો વચ્ચે ફરી પોલીસે જૂના સવાલો કર્યા હતા.પૂછપરછમાં પોલીસે સવાલ કર્યા હતા કે લેટર તમે ટાઇપ કર્યો? કોના કહેવાથી કર્યો તેવા સવાલો કર્યા હોવાનું નિવેદન પાયલ ગોટીએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, 28 ડિસેમ્બરથી અમરેલીના નકલી લેટર કાંડ મામલે ડીજીપી સમક્ષ લેખિત રજૂઆતો બાદ મામલો નામદાર હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.જોકે, આગામી 19મે ના રોજ હાઇકોર્ટની મુદત છે.અમરેલી સાયબર પોલીસ દ્વારા ફરી કેમ નિવેદન માટે બોલાવવામાં આવ્યા તે અંગે પણ અટકળો તેજ થઈ છે. ઉલ્લેખનીય છે કે, લેટર કાંડનું ભૂત ફરી ઘુણવા લાગ્યું છે. પરંતુ હવે નકલી લેટર કાંડમાં પોલીસ શું સત્યતા બહાર લાવે તે જોવું રહ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement