For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલી સરઘસકાંડનું નાળચું ગૃહમંત્રી તરફ ફંટાયું

05:18 PM Jan 10, 2025 IST | Bhumika
અમરેલી સરઘસકાંડનું નાળચું ગૃહમંત્રી તરફ ફંટાયું

ધરપકડના દિવસે ચાર્ટર્ડ ફ્લાઇટ કરીને હર્ષ સંઘવી શા માટે દોડી આવ્યા? કૌશિક વેકરિયા, સંઘવી અને એસ.પી.ના વોટસએપ કોલની ડિટેઇલની તપાસ સાથે નાર્કો ટેસ્ટની માગણી

Advertisement

આવતીકાલે અમરેલી બંધનું એલાન, કાયદાકીય લડત માટે કોંગ્રેસ જાહેર કરશે નવી રણનીતિ, દરેક શહેર-તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરી મોટા આંદોલનની તૈયારી

ધાનાણીએ ધરણા 24 કલાક લંબાવ્યા, નારી સન્માન માટે સર્વસમાજના મોભીઓ- સંસ્થાઓને બહાર આવવા અપીલ, વિનંતપત્રો પણ લખાશે

Advertisement

અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને ભાજપના જ પૂર્વ હોદેદાર મનીષ વઘાસીયાની આંતરીક નકલીપત્રની ભવાઇમાં નિર્દોષ યુવતીની અડધી રાતે ધરપકડ કરી તેનું સરઘસ કાઢવાની ઘટનાના ગુજરાતભરમાં ગંભીર પડઘા પડયા છે અને અમરેલીમાં પીડિત યુવતીને ન્યાયની માંગણી સાથે કોંગ્રેસે શરૂ કરેલા ધરણા આજે પુર્ણ થતા પરેશ ધાનાણીના ધરણા આવતીકાલે શનિવાર સુધી લંબાવી દેવામાં આવ્યા છે અને આવતીકાલે શનિવારે બહેન-દીકરીઓની આબરૂ ઉપર બીજી વખત કોઇ હાથ નાખે નહીં તે માટે અમરેલી બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.

બીજી તરફ રાજયભરમાં ખળભળાટ મચાવનાર અમરેલીના નિર્દોષ યુવતીના સરઘસ અને પટ્ટાથી માર મારવાના કાંડમાં હવે નાળચુ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી તરફ ફંટાયું છે. ઘટનાના દિવસે ગૃહમંત્રીની અમરેલીની વિજળીક મુલાકાતને શંકાના દાયરામાં લઇ કોંગ્રેસે કોલ ડિટેઇલની તપાસ કરવા અને નાર્કોટેસ્ટની માંગણી પણ કરી છે.

પાયલ ગોટી સાથે બનેલી ઘટનાને લઈ પોલીસ અને નેતાઓ ઉપર પરેશ ધાનાણીએ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે પેટમાં દાણો નથી નાખ્યો તેને 24 કલાક પૂર્ણ થયા છે. 24 કલાક બાદ રાજ્ય સરકારે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરી. હાલ કોઈ કાર્યવાહી નહીં થતાં વધુ 24 કલાક ધરણાં રહેશે. લેટરકાંડમાં મુખ્ય આરોપી મનીષ વઘાસીયા તાલુકા ભાજપ પ્રમુખ ન બને તે માટે ફરિયાદ કરવામાં નિર્દોષ દીકરી ઉપર ફરિયાદ થઈ છે. કૌશિક વેકરીયાનો નાર્કોટેસ્ટ કરાવવા પરેશ ધાનાણીએ માગ કરી હતી. અમરેલીના એસપી અને પોલીસ તંત્રને હર્ષ સંઘવીએ કોના ઈશારે સૂચનાઓ આપી અને વરઘોડો કઢાવ્યો તેવો સવાલ કર્યો હતો. સાથે જ ધાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,નાયબ દંડક કૌશિક વેકરીયા, એસપી આ ત્રણને કેટલી વખત વોટ્સએપ કોલ ઉપર વાત થઈ તે તપાસ કરાવો તેવી માગ કરી હતી. આવતીકાલે શનિવારે સવારે 10 વાગે ધરણાં પૂર્ણ થશે. આવતીકાલે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી છે. ધરણાને આગળ વધારવા અરજી કરી છે મંજૂરી મળશે અને જો નહિ મળે તો પણ પરેશ ધાનાણી ધરણાં કરશે.

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, એક કુંવારી ક્ધયાની આબરૂૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાતનું નાક વાઢ્યું છે, ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન, એને આજે સળંગ 24 કલાક પૂરા થયા, એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે અને હજુ સુધી સજા આપવામાં આવી નથી, ત્યારે આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર, આ ઘરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે.

રાજકીય ટાંટીયા ખેંચનો નિર્દોષ દીકરી ભોગ બની છે, એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના કૌશિક વેકરીયાનો નાર્કો ટેસ્ટ કરવા મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે. આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હવામાં ઊડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા, ત્યારે શું આ પ્રકરણમાં હર્ષ સંઘવીની સંડોવણી છે? એ ગુજરાત જાણવા માંગે છે, ત્યારે કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ, શું વાત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે. એટલે હર્ષ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન-ટેલીફોનિક, વોટ્સએપ, સિગ્નલ હોય કે કોઈપણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, એની તપાસ કરવામાં આવે.

ધાનાણીએ જણાવેલ કે આવતીકાલે શનિવારે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક અડધો ટંક બંધ પાળવાની વિનંતી કરી છે, એ અમરેલીના વેપારીઓ આવતીકાલે બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે અને મને વિશ્વાસ છે કે મારું અમરેલી બંધ રહીને આ પીડિતની વેદનાને વાચા આપશે.
નારી સ્વાભિમાન મંચની રચના કરાશે આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો, શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાઓ જોડાય અને નારી સ્વાભિમાનની લડાઈને વધુ આક્રમકતાથી આગળ ધપાવશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

રાજ્યના તમામ તાલુકાઓમાં નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આવતા દિવસોમાં દીકરીને ન્યાય અપાવવા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આયોજન આપશે અને સાથે જ આ સમાજ ઉપર પ્રભાવ પાડનારા અને ધાર્મિક આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય સ્વૈચ્છિક સંસ્થા હોય એ બધાને આંદોલનમાં જોડવા માટે થઈને અમે વિનંતી કરવાના છીએ.

વિનંતી પત્ર લખવાના છીએ, શક્ય હશે ત્યાં રૂૂબરૂૂ મુલાકાત પણ લેવાના છીએ. બધા જ સન્માનની સાધુઓ સંતો તમામ સમાજના સૃષ્ટિઓ સામાજિક રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સમર્થન કરે સરકાર ઉપર દબાવો કરી એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવે એ લડાઈ મેં અમે આગળ ધપાવાના છે.
કોંગ્રેસ ધરણાં પૂર્ણ થયા બાદ બપોર સુધીમાં પાયલ ગોટી મામલે નવી રણનીતિ જાહેર કરી શકે છે અને હાઇકોર્ટમાં માર મારવાના આક્ષેપોને લઈ પિટિશન દાખલ કરવા માટેની કાર્યવાહી કરશે.

દાદા ખાટલે ખોડ છે! હર્ષ સંઘવીએ તમારા રાજ્યના પાયા હચમચાવવાનું ષડયંત્ર ઘડ્યું છે
ગઇકાલથી અમરેલીના રાજકમલ ચોક પર ઉપવાસ પર બેઠેલા પરેશ ધાનાણીએ આજે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા હતા અને સાથે જ આ સમગ્ર લેટરકાંડના વિવાદ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને હચમચાવા માટે સંઘવીએ જ ઉભો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાદા ખાટલે ખોટ છે. તમે જેને રાજયની રક્ષાની જવાબદારી સોંપી છે એણે જ કદાચ આ કેસની સોપારી લીધી હશે અને કદાચ તમારા રાજયના પાયા હલબલાવા માટેની સોપારી લીધી હોવા હષયંત્ર રચ્યું હોય એવી મને શંકા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement