ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આઠ વર્ષથી બની રહેલા અમરેલી બસપોર્ટનું આગામી અઠવાડિયે મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ

10:58 AM Sep 13, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

મુસાફરોની સમસ્યાનો આવશે અંત

Advertisement

અમરેલી શહેર તેમજ જિલ્લાની જનતાને આગામી અઠવાડિયામાં અમરેલીમાં બનાવવામાં આવેલ આધુનિક બસ પોર્ટ ની સુવિધા મળતી થશે તેવું જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે આગામી અઠવાડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાના પ્રવાસે આવવાના હોય તારીખ 18 અથવા 19 ના રોજ અમરેલીના બસ સ્ટેશન નું પણ લોકાર્પણ થશે કરોડો રૂૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ બસ પોર્ટનું કામ આખરે આઠ વર્ષે પણ પૂરું થયું છે શહેરની જનતાએ તેમજ શહેર વિકાસ સમિતિ દ્વારા આ બસ સ્ટેશન નું લોકાર્પણ થાય તે માટે ગયા અઠવાડિયે મુહિમ ચલાવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી અઠવાડિયે અમરેલી આવતા હોય તેમના આગમન લઈને વહીવટી તંત્રમાં ધમધમા શરૂૂ થયો છે તો ઊંચો અધિકારીઓ દ્વારા ગઈકાલે આ નવા બનેલા બસ પોર્ટની મુલાકાત લીધી હોવાનું જાણવા મળેલ છે તો કે વહીવટી તંત્રમાં સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી પરંતુ મુખ્યમંત્રી આવે છે તેની ખાતરી થવા પામી છે.

શહેર અને જિલ્લાની જનતા છેલ્લા આઠ વર્ષથી કામ ચલાવનાર બસ સ્ટેશનમાં હેરાન પરેશાન થઈ ગઈ છે બસ પોર્ટના લોકાર્પણથી જનતાનો સમસ્યા માંથી છૂટકહરો થશે.

Tags :
amreliamrelinewsgujaratgujarat newsopenning
Advertisement
Advertisement