For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાફરાબાદ વિસ્તારમાં બે સિંહ બાળના શંકાસ્પદ મોત, 9 સિંહણ-બચ્ચાને ખસેડાયા

04:14 PM Jul 30, 2025 IST | Bhumika
જાફરાબાદ વિસ્તારમાં બે સિંહ બાળના શંકાસ્પદ મોત  9 સિંહણ બચ્ચાને ખસેડાયા

મૃત્યુનું કારણ જાણવા વનવિભાગ-ડોક્ટરની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

Advertisement

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા કાગવડ સિંહ વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે. દેશના ગૌરવ ગણાતા એશિયાટિક સિંહો પર સંકટ ટળવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરમાં જાફરાબાદના કાગવડ વિસ્તારમાં નવ સિંહબાળ અને એક સિંહણને બચાવવા માટે એક મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ ઓપરેશન પાછળનું મુખ્ય કારણ બે સિંહબાળના શંકાસ્પદ મૃત્યુ છે. આ મૃત્યુ કેવી રીતે થયા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ ભેદી રોગચાળાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સિંહોને બચાવવા માટે પુરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે. સિંહબાળના નમૂના લઈને તેનું પરીક્ષણ કરવામાં આવશે. એનિમલ ડોક્ટરોની એક ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને બચેલા સિંહબાળોની સારવાર કરવાની સાથે સાથે મૃત સિંહબાળોના મૃત્યુના કારણોનું પણ તપાસ કરશે.

Advertisement

ભૂતકાળમાં થયેલા સિંહોના રોગચાળાના કારણે વન વિભાગ સતર્ક બન્યું છે.આ ઘટનાથી પર્યાવરણ અને સિંહ પ્રેમીઓમાં ચિંતાનો માહોલ છે. સરકાર અને વન વિભાગ દ્વારા આ ઘટનામાં ઝડપી અને પારદર્શક તપાસ કરીને સિંહોના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવાની માંગણી કરવામાં આવી રહી છે. આ ઘટના એકવાર ફરી સિંહોના સંરક્ષણ માટે વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂૂરિયાત પર ભાર મૂકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement