For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડિયામાં રખડતા ઢોરનો ત્રાસ : ધણખૂંટ સાથે બાઇક અથડાતા વૃધ્ધનું મોત

11:56 AM Apr 09, 2025 IST | Bhumika
વડિયામાં રખડતા ઢોરનો ત્રાસ   ધણખૂંટ સાથે બાઇક અથડાતા વૃધ્ધનું મોત

મૃતક વૃધ્ધના પરિવારમાં શોક છવાયો

Advertisement

વડીયા તાલુકાના અનીડામા રહેતા એક વૃધ્ધ પોતાનુ બાઇક લઇને બગસરા તાલુકાના પીઠડીયા નજીકથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે ધણખુટ સાથે બાઇક અથડાતા તેમને માથામા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતુ. વડીયાના અનીડામા રહેતા લખમણભાઇ અંબાવીભાઇ ભુત (ઉ.વ.72) પોતાનુ બાઇક લઇને અહીથી પસાર થઇ રહ્યાં હતા.

ત્યારે ગઇકાલે સવારના સવા પાંચેક વાગ્યે પીઠડીયા ગામ નજીક પુલ પાસે એક ધણખુટ સાથે બાઇક અથડાયુ હતુ. વૃધ્ધ નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. વૃધ્ધને દવાખાને ખસેડાયા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. વૃધ્ધની લાશને પીએમ માટે ખસેડવામા આવી હતી. બનાવ અંગે રાજેશભાઇ લખમણભાઇ ભુતે બગસરા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.ટી.બળસટીયા ચલાવી રહ્યાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement