પટ્ટા મારનારના 10 દી’માં પટ્ટા ન ઉતરે તો રાજ્યવ્યાપી આંદોલન
અમરેલીમાં નિર્દોષ યુવતીના સરઘસ અને પટ્ટા મારવાના કાંડમાં કોંગ્રેસનું એલાન-એ-જંગ, નારણ કાછડિયાને ખુલ્લી ચર્ચાનો પડકાર
અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. પાયલ ગોટીને માર મારવાના કેસમાં સીટની રચના કરવામાં આવી. પરંતુ સીટની તપાસ પર વિશ્વાસ ન હોવાનું કહેવામાં આવ્યું. તો કોંગ્રેસે હવે આ મામલે આંદોલન કરવાનો મૂડ બનાવી લીધો છે. અમરેલીના લેટરકાંડ મામલે ગુજરાતની રાજનીતિ ચમરસીમાએ પહોંચી ગઈ છે. અમરેલીમાં કોંગ્રેસ ધરણાં કરી રહ્યું છે. પૂર્વ વિપક્ષ નેતા ધાનાણી 24 કલાકના ધરણાં પર બેઠા છે. પોલીસે સાંજે છ વાગ્યા સુધીની જ મંજૂરી આપી છે. તેમની સાથે લલિત વસોયા, લલિત કગથરા, વિરજી ઠુમ્મર હાજર રહ્યા હતા.
અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસના ધરણાં દરમિયાન પૂર્વ ધારાસભ્યએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. લલિત કગથરાએ પૂર્વ સાંસદ કાછડિયાને પડકાર ફેંકીને જણાવ્યું હતુ કે નારણ કાછડિયાને જાહેરમાં ચર્ચા કરે. પૂર્વ એમએલએ લલિત વસોયાએ 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માંગ કરી છે. જો પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય લલીત કગથરાએ પૂર્વ સાંસદ નારણ કાછડિયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને જાહેર મંચ પર આવવા જણાવ્યું છે. નારણ કાછડિયા પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવે છે તો જાહેરમાં ચર્ચા કરવા આવે. પૂર્વ ધારાસભ્ય લલીત કગથરાએ કહ્યું કે પાટીદાર દીકરી નહિ સર્વ સમાજની દીકરીઓ માટે લડીએ છીએ. ગુજરાતમાં નોકરી કરતી તમામ દીકરીઓને ડર છે કે મારો શેઠ પત્ર લખાવશે અને પાયલ જેવું થશે તો.
લેટરકાંડમાં પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડેડ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તેઓએ 10 દિવસનું સરકારને અલ્ટીમેટમ આપીએ છીએ. જો સરકાર પગલાં નહિ લે તો આખા ગુજરાતમાં આંદોલનની શરૂૂઆત કરીશું.
ઉલ્લેખનીય છે કે, અમરેલી લેટરકાંડમાં રાજનીતિ હવે ચરમસીમા પર પહોંચી ગઇ છે. પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતાં તપાસ માટે સીટની રચના કરાઈ છે. જોકે, સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક એસ.પી. ઓફિસમાં સંજય ખરાટને મળ્યા હતા. ત્યારબાદ પાયલ ગોટી કોઈ મેડિકલ ચેકઅપ નહીં કરાવે તેવી જાહેરાત કરી. સીટની ટીમ પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઇ જઈ રહી હતી પરંતુ ધાનાણીએ ટીમને અટકાવી અને હાઈવોલ્ટેડ ડ્રામા કર્યા.
ત્યારપછી પાયલ તેના વકીલ સાથે એસપી ઓફિસમાં પહોંચી. તેની સાથે કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર પણ હતા.આ સમગ્ર વિવાદને સૌથી પહેલા જેમણે ઉઠાવ્યો હતો તે પ્રતાપ દૂધાતે કહ્યું કે આ મામલે રાજકારણ ન કરવું જોઈએ. પોલીસે તૈયાર કરેલી સીટ પર વિશ્વાસ નથી. માર માર્યાના 10 દિવસ પછી મેડિકલ ચેકઅપ કરાવવાનો કોઈ મતલબ નથી. પાયલ આક્ષેપ તો લગાવી રહી છે કે મને પોલીસે માર માર્યો. પરંતુ પોલીસ મેડિકલ તપાસ કરાવવા માટે તૈયાર છે પરંતુ પાયલ હવે ના પાડી રહી છે. બીજી તરફ હવે આ મામલામાં કોંગ્રેસ પણ કૂદી ગયું છે અને દબાણ ઉભુ કરી રહ્યું છે...ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
હજુ ચુપ નથી રહેતા, કૌશિક વેકરિયાના સમર્થનમાં પોસ્ટ
અમરેલી લેટરકાંડ મામલે ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થનની પોસ્ટ વાયરલ થઈ છે. સોશ્યલ મીડિયામાં પોસ્ટ શેર કરવામાં આવી છે. અમરેલીના અનેક લોકોએ પોસ્ટ સ્ટેટ્સમાં મૂકી છે. જેમાં લખવામાં આવ્યું છે કે પ‘I SUPPORT KAUSHI VEKARIYA’ લખવામાં આવ્યું છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઘરણા કરતા રાજકારણ ગરમાયું છે.